ગાંધીનગર-

ગુજરાતમાં કોરોના સંકટ વચ્ચે એક તરફ જીએસટી સહિતની આવક ઘટી છે અને સરકારે કેન્દ્રની સૂચના મુજબ રીઝર્વ બેંક પાસેથી રૂા.33 હજાર કરોડ જેવી મોટી રકમ ધીરાણ પેટે મેળવવી પડી છે તે વચ્ચે વિધાનસભામાં સરકારે સ્વીકાર્યુ હતું કે રાજય ઉપર કુલ રૂા.2,40,652 કરોડનું દેવુ છે. આજે તારાંકીત પ્રશ્નના જવાબમાં 31 ડિસેમેબર 2019ની સ્થિતિએ રાજ્યનું કુલ જાહેર દેવું 2 લાખ 40 હજાર 652 કરોડ રૂપિયા હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે. એટલું જ નહીં સરકારે 7223 કરોડ કેન્દ્ર સરકારની લોન ઉપરાંત લોનનો વ્યાજ દર 0 થી લઇ 13 ટકા સુધીનો છે.

આણંદના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારે અતારાંકિત પ્રશ્નોત્તરીમાં રાજ્યના નાણાંમંત્રી નિતિનભાઈ પટેલને પ્રશ્ન કર્યો હતો કે રાજ્ય સરકારે 31 ડિસેમ્બર 2019ની સ્થિતિએ રાજ્યનો કુલ જાહેર દેવું કેટલું છે જ્યારે કેન્દ્ર સરકારની લોન ગુજરાત સરકારે કેટલી લીધી છે અને આ લોન પૈકી કયા વ્યાજ દરની કેટલી લોન લેવામાં આવી છે ? તો બીજી તરફ નાણામંત્રીએ ધારાસભ્ય ના પ્રશ્નો લેખિત ઉત્તર આપતાં જણાવ્યું હતું કે વર્ષ 2018 અને 19 ની સ્થિતિએ ગુજરાતનું કુલ જાહેર દેવું 2,40,652 કરોડ રૂપિયા છે 

જ્યારે કેન્દ્રીય દેવા પેટે લોનની રકમ 7,223 કરોડો છે અને તેનો વ્યાજ દર 0 થી 13 ટકા હોવાનો સ્વીકાર કરે છે જોકે લોન વ્યાજની ચુકવણી અંગે વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે રાજ્યસરકારે વર્ષ 2014-15 માં 365 કરોડ, વર્ષ 2015-16 માં 514 કરોડ, વર્ષ 2016-17 માં 469 કરોડ, વર્ષ 2017-18 માં 430 કરોડ અને વર્ષ 2018-19 માં 406 કરોડ રૂપિયા વ્યાજ ચુકવ્યુ છે.જયારે છેલ્લા પાંચ વર્ષમાં ભાજપ સરકારે 2184 કરોડનું વ્યાજ ચુકવ્યુ હોવાનો સ્વીકાર કર્યો છે.