અમદાવાદ-

દારૂબંધીના મુદ્દે અરજદારોએ હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, ઘરની ચાર દીવાલોમાં વ્યક્તિ શું ખાશે કે શું પીશે તેની પર રોક લગાવવાનો સરકારને અધિકાર નથી. અરજદાર દ્વારા રજૂઆત કરાઈ હતી કે, બહારના રાજ્યમાંથી દારૂ પીને ગુજરાતમાં આવવા પર પણ સરકારે રોક લગાવી છે કે જે યોગ્ય નથી. જે રાજ્યમાં દારૂ પીવાની છૂટ છે ત્યાંથી દારૂ પીને રાજ્યમાં આવનારા લોકો સામે પણ કાર્યવાહી કરાય છે તે વ્યાજબી નથી. દારૂ પીધેલી સ્થિતિમાં રાજ્યમાં પ્રવેશ ગુનો બનશે તેવો નિયમ વ્યાજબી નથી. બીજા રાજ્યમાંથી દારૂ પીને ગાડીમાં પેસેન્જર સીટ પર બેસીને આવતા લોકો સામે કાર્યવાહી યોગ્ય નથી. ગુજરાતમાં દારુબંધીને પડકારતી વિવિધ અરજીઓ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. એડવોકેટ જનરલે ઉઠાવેલા પ્રાથમિક વાંધાને હાઈકોર્ટે ફગાવી દીધી હતો. રાઈટ ટુ પ્રાઈવસીના આધાર પર દારૂબંધીને પડકારતી અરજીઓ હાઈકોર્ટમાં ટકી શકે. અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે એવી એડવોકેટ જનરલની રજુઆત હાઇકોર્ટે નકારી છે. વ્યક્તિ પોતાના ઘરની ચાર દીવાલમાં બેસીને શુ ખાશે કે શુ પીશે એની પર સરકાર અંકુશ ના રાખી શકે એવી રજુઆત સાથે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. દારૂબંધીને પડકારતી અરજીઓ પર હાઈકોર્ટમાં સુનાવણી થશે. અરજદારે રજૂઆત કરી કે, ડ્રાઇવરે દારૂ પીધો હોય તો સરકાર કાર્યવાહી કરે પરંતુ આ પ્રકારની રોક વ્યાજબી નથી. પહેલાંની સુનાવણી વખતે હાઇકોર્ટના ચીફ જસ્ટિસના વડપણ હેઠળની બેંચે પૂછ્યું હતું કે, દારૂ પીધા પછી વ્યક્તિને તેની અસર કેટલો સમય રહેતી હોય છે? વ્યક્તિ કેટલો સમય નશામાં રહેશે એ સરકારે ક્યાંય જાહેર કર્યું છે ખરું? દારૂબંધી લાગુ કરવા પાછળનું કારણ શું તે કાયદાના વ્યાપ કે હેતુમાં ક્યાંય લખેલું છે ખરું?

અરજદારોએ રજૂઆત કરી હતી કે, દારૂબંધીનો હેતુ કાયદામાં ક્યાંય જાહેર કરાયો નથી. તેના જવાબમાં એડવોકેટ જનરલે કહ્યું હતું કે, જાહેર આરોગ્યની ચિંતા કરીને દારૂબંધી લાગુ કરવાનો હેતુ હતો. અરજદારોની રજૂઆત હતી કે, બંધારણ સભાની ચર્ચામાં પણ દારૂબંધી મુદ્દે સભ્યોમાં મતમતાંતર હતા. બંધારણ સભાએ પણ પ્રોહીબિશન લાગુ કરવું કે નહીં એનો ર્નિણય રાજ્યો પર છોડ્યો હતો. દારૂબંધીના કાયદાને ઘણી જાેગવાઈઓ મુદ્દે બોમ્બે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટે કોઈ ર્નિણય લીધા નથી તેવામાં આ હાઇકોર્ટને સત્તા છે કે આ મુદ્દા ઉપર ર્નિણય લે એવી પણ અરજદારોની રજૂઆત હતી. દારુબંધીના કાયદાને પડકારતી અરજીની સુનાવણીમાં રજૂઆત કરી હતી કે, રાજ્યમાં ૬.૭૫ કરોડની વસ્તીમાં માત્ર ૨૧ હજાર લોકોને જ હેલ્થ પરમીટ આપવામાં આવી છે. વિઝીટર અને ટુરિસ્ટ પરમીટ જેવી ટેમ્પરરી પરમીટ થઈને પણ રાજ્યમાં દર વર્ષે માત્ર ૬૬ હજાર લોકો પાસે જ પરમીટ ઉપલબ્ધ હોય છે. તેમણે રાજ્યમાં ૭૧ વર્ષથી દારુબંધીનો કાયદો અમલમાં હોવાની પણ રજૂઆત કરી હતી. તે ઉપરાંત મહાત્મા ગાંધીના અહિંસા અને નશામુક્તિના સુત્રોને સાર્થક કરવાનો પ્રયાસ છે એવી પણ રજૂઆત કરી હતી. તેમણે કોર્ટમાં જણાવ્યું હતું કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી યોગ્ય, દારૂબંધીના કાયદાનો ભંગ કરીને વ્યક્તિ પોતાના ઘરે બેસીને દારૂ પીવે તે પણ ચલાવી લેવાય નહીં.