દાહોદ

કોરોનાના વધતા કેસો વચ્ચે કોંગ્રેસ અગ્રણી અર્જુન મોઢવાડિયાએ દાહોદના ઝાયડસ સરકારી દવાખાનાની આજે મુલાકાત લીધી હતી. આ પ્રસંગે કોંગ્રેસ અગ્રણી અર્જુન મોઢવાડિયાની સાથે દાહોદના ધારાસભ્ય વજેસિંહ પણદા તથા ગરબાડા તાલુકાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ કોરોનાના વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દીઓની મુલાકાત લઇ તેઓના ખબર અંતર પૂછી તેઓને મળતી સારવાર આ બાબતે પૂછપરછ કરી હતી. દાહોદ જિલ્લો ટ્રાયબલ જિલ્લો છે અને દાહોદ ખાતેની સિવિલ હોસ્પિટલની અંદર દર્દીઓને જાેઈતી તમામ સુવિધાઓ હાલમાં ઉપલબ્ધ છે. પરંતુ આજે દાહોદની આજુબાજુ ના રાજ્યો અને આજુબાજુના જીલ્લાઓમાં થી કોરોના જે દર્દીઓ સારવાર અર્થે આવે છે તેની સંખ્યા પણ ખૂબ મોટી છે જેના કારણે દાહોદની સવિલ હોસ્પિટલમાં બેડ ખાલી પડતા નથી અને જે આજુબાજુના પીએચસી અને સીએચસી કેન્દ્રો પૈકી મોટાભાગના કેન્દ્રોમાં મોટાભાગની જગ્યાઓ ખાલી પડી છેે. ત્યાં અન્ય સુવિધા પણ નથી સરકારે આજે વેક્સિનેશન તેમજ ટેસ્ટિંગ માટે વધુમાં વધુ લોકોને પ્રોત્સાહિત કરવા જાેઈતા હતા તે કરવામાં રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે. ટેસ્ટીંગ કીટ માટેનું જે મટીરીયલ પ્રોવાઇડ કરવું જાેઈએ તે પીએચસી અને સીએચસી કેન્દ્રમાં સરકાર પ્રોવાઇડ કરી શકી નથી.