કોરોના સામે લડવા માટે સરકારે પૂરતી તૈયારીઓ કરી છે પ્રવક્તા મંત્રી વાઘાણી
13, જાન્યુઆરી 2022

ગાંધીનગર, રાજ્યમાં વધતા જતા કોરોનાના સંક્રમણ સામે લડવા માટે રાજ્ય સરકાર તૈયાર છે. કોરોનાના સંક્રમણને નાથવા માટે સરકાર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું સરકારના પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મધ્ય અને દક્ષિણ ગુજરાતને જાેડતો નવો કોરીડોર બનાવવામાં આવશે. તેમજ પ્રવાસન સ્થળોને જાેડવા માટે ૨૪૪૦ કરોડના ખર્ચે કોસ્ટલ હાઈવે બનાવવામાં આવશે. પ્રવાસીઓની સુવિધા માટે ૧૦૦૦ નવી બસો ખરીદવાનો પણ રાજ્ય સરકારે ર્નિણય લીધો હોવાનું પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ સહીત અનેક મુદ્દે ચર્ચાઓ કરાઈ હતી. કેબિનેટની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ ર્નિણયો પણ લેવાયા હતા. બેઠક બાદ રાજ્યના શિક્ષણ મંત્રી અને સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કેબિનેટમાં લેવાયેલા ર્નિણયો અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રવર્તમાન સ્થિતિમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર કોરોનાના સંક્રમણને અટકાવવા માટે તમામ જરૂરી પગલાં ભરી રહી છે. જેના અંતર્ગત રાજ્યના સૌથી મોટી ઈવેન્ટ એવા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટને પણ રદ કરી દેવામાં આવી છે.

વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાના કપરાકાળમાં પણ રાજ્ય સરકારની અસરકારક કામગીરીના પરિણામે વિકાસયાત્રાને અટકવા દીધી નથી. રાજ્યમાં આવેલા ૧,૬૦૦ કિ.મી.ના દરિયાકાંઠાના નાગરિકોને માળખાગત સવલતોનો લાભ મળે અને પ્રવાસન સ્થળો વિકસે એ માટે ઉભરાટ, તિથલ, ચોરવાડને સાંકળતો વ્યૂહાત્મક કોસ્ટલ હાઈ-વે ૧૩૫ કિ.મી.ની નવી લિંક સાથે વિકસાવાશે.

તહેવારોમાં ૧૦૮ ઇમરજન્સી સર્વિસ દ્વારા ૮૦૦ એમ્બ્યુલન્સ દ્વારા સેવા અપાશે

અમદાવાદ, ઉત્તરાયણ પર્વેને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તહેવારોમાં કેસોમાં વધારો થતાં દર વર્ષે ૧૦૮ દ્વારા અગમચેતીના ભાગ રૂપે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં ૧૦૮ દ્વારા ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે ૮૦૦ જેટલી એમ્બ્યુલન્સ તહેનાત રહેશે. આ વખતે ઉત્તરાયણ વિકના એન્ડમાં હોવાથી કેસોમાં ઘટાડો થવાની શક્યતા છે જાેકે ૧૦૮ દ્વારા પણ ૩૫ ટકા જેટલો ઘટાડો થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ઉત્તરાયણના દિવસે પતંગ અને ખાસ કરીને દોરીથી અનેક નાના મોટા અકસ્માતો થાય છે તો પતંગ ચગાવવા માટે લોકો ધાબે ચડે છે ઘાબા પરથી પણ પડી જવાના અનેક કિસ્સા સામે આવે છે ખાસ કરીને ઉત્તરાયણના દિવસે આવા કેસોમાં વધારો જાેવા મળે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution