દિલ્હી-

ભારતીય કિસાન યુનિયન બીકેયુના નેતા રાકેશ ટીકૈતે મોદી સરકાર ઉપર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું હતું કે, કરફ્યુ લગાવીને સરકાર ખેડૂત આંદોલન બંધ કરાવવા ઈચ્છે છે. પરંતુ ખેડૂત આંદોલન 2024 સુધી ચાલી શકે છે. ખેડૂત કોઈપણ સંજોગોમાં આંદોલન ખતમ કરશે નહીં. ખેડૂતો આંદોલન ચાલુ જ રાખશે.

ખેડૂત નેતાએ હિસાર લાંઘડી ટૉલ પ્લાઝા ઉપર ખેડૂતોને સંબોધિત કરતા કહ્યું હતું કે, મોદી સરકારની રાજનીતિ તેઓ સમજી ચૂક્યા છે. આ વખતે આંદોલન ઘઉંનું હતું. હવે ધાનનું આંદોલન થશે. હવે આંદોલન ખૂબ લાંબુ ચાલશે. કોઈ ડર નથી કે કોઈ ભય નથી. ભાજપ સરકાર ક્લિયર અભિયાન ચલાવશે તો ખેડૂતો પણ ભાજપ સરકાર સામે સફાઈ અભિયાન ચલાવશે અને ધરણાં પ્રદર્શન સતત ચાલુ રહેશે.

રાકેશ ટીકૈતે વધુ વાત કરતા કહ્યું હતું કે, સરકાર જોઈ રહી શકે ઘઉં ઉપાડવા ખેડૂતો પરત જશે પરંતુ ખેડૂતો ક્યાંય જશે નહીં. કારણકે ઘઉંના ઉપાડવાનો સમય અલગ અલગ હોય છે. ખેડૂતો સતત ધરણાં ઉપર બેઠા રહેશે. ઘઉંની લણણીની ખેડૂત આંદોલન ઉપર કોઇ અસર થશે નહીં. ખેડૂત નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે, મોટી મોટી સંસ્થાઓ વેચવાનું કામ કરી રહી છે સરકાર. તેમને અપીલ કરતા કહ્યું હતું કે, આપણે શાંતિથી સરકાર સામે લડવું જ પડશે.