હિંમતનગર,ગુજરાતમાં બહુચર્ચિત બનેલા પેપર લીક કૌભાંડ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસે વધુ બે આરોપીને ઝડપી લઇ ૨૩ લાખ રૂપિયા જેટલી રકમ જપ્ત કરી છે. હિંમતનગરના દર્શન વ્યાસના ઘરે તપાસ કરતાં પોલીસે તેના ઘરેથી રૂપિયા ૨૩ લાખ રોકડ જપ્ત કર્યા હતા. જ્યારે શનિવારે વધુ બે આરોપીને ઝડપી લીધા છે. જ્યારે ૧૧ પૈકીના ૮ આરોપીને પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરીને પોલીસે ૧૪ દિવસના રિમાન્ડ માંગ્યા હતા.રવિવારે લેવાયેલી હેડ ક્લાર્કની ૧૮૬ જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનું આખરે સરકારે ૬ દિવસ બાદ સત્તાવાર રીતે કબૂલ કર્યું હતું. આગામી સમયમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી તમામ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવા પોલીસની ટીમો કામે લાગી છે. હાલમાં પોલીસે વધુ આરોપીઓને પકડવા માટે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.ગુજરાતમાં ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરવાના આરોપમાં સાબરકાંઠા જિલ્લા પોલીસે શુક્રવારે ૧૧ લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી, જે પૈકી ગઈકાલે ૬ આરોપીની અટકાયત કરાઈ હતી. હવે વધુ બે આરોપીની ધરપકડ કરી ૨૩ લાખ જેટલી રકમ પોલીસે જપ્ત કરી છે. આ અંગે સાબરકાંઠા જિલ્લા પોલીસવડાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે પેપર લીક કૌભાંડ અંતર્ગત કોઈપણ આરોપીને છોડવામાં આવશે નહીં તેમજ તમામ સામે કડકમાં કડક કાર્યવાહી થાય એ માટેના પ્રયાસો હાથ ધરાયા છે. હાલમાં ૧૧ આરોપી પૈકી ૮ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. જેમને પ્રાંતિજ કોર્ટમાં મોકલી કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત ૧૪ દિવસના રિમાન્ડ માગવામાં આવશે. સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા પેપર લીક કૌભાંડ મુદ્દે સાબરકાંઠા જિલ્લા પોલીસે વધારે બે આરોપીઓને ઝડપી લઇને ૨૩ લાખ રૂપિયા જેટલી રકમ જપ્ત કરી છે. ગત રવિવારના રોજ લેવાયેલી હેડક્લાર્કની ૧૮૬ જગ્યાઓની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફુટી ગયું હતું. જાે કે સરકારે આ મામલો ૬ દિવસ બાદ સત્તાવાર રીતે કબુલ્યું હતું. જાે કે સરકારે આ માટે ઉદાહરણીય પગલા ભરવા માટે આતંકવાદ વિરોધી કલમોનો ઉમેરો કરીને કડકમાં કડક કાર્યવાહી માટેની બાંહેધરી આપી છે. ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડક્લાર્કના પેપરલીક કરવાના આરોપમાં સાબરકાંઠા જિલ્લા પોલીસે શુક્રવારે ૧૧ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જે પૈકી ૬ આરોપીઓની અટકાયત કરાઇ છે. જ્યારે ૧૧ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે. જે પૈકી કાલે ૬ આરોપીઓની અટકાયત કરાઇ હતી. હવે વધારે ૨ આરોપીઓની ધરપકડ કરીને ૨૩ લાખ રૂપિયા જેટલી મોટી રકમ જપ્ત કરવામાં આવી છે. આ અંગે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે, કોઇ પણ આરોપીને છોડવામાં નહી આવે. બીજી વખત કોઇ પેપર ફોડવાની હિંમત ન કરે તેવી કાર્યવાહી કરવામાં આવશે. જાે કે પોલીસ મુખ્ય આરોપીને શોધી રહી છે જે હજી પણ પોલીસ પકડથી બહાર છે. આ કેસમાં મંડળનાં જ કર્મચારીની સંડોવણી ઉપરાંત કોઇ રાજકીય વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે. જાે હવે બાકીના આરોપીઓ ઝડપાય તે બાદ જ આગળની કાર્યવાહી અને તપાસ ચાલશે. જાે કે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરનાર યુવરાજસિંહનો આરોપ છે કે, આમાં મંડળના ચેરમેન અસિત વોરાની સંડોવણી છે. અસિત વોરાને ૭૨ કલાકમાં હટાવવામાં નહી આવે તો ગુજરાતનાં યુવાનો રસ્તા પર ઉતરશે તેવી પણ ચિમકી ઉચ્ચારી છે.

પરીક્ષા રદ કરવા અને અસિત વોરાની હકાલપટ્ટીના મુદ્દે ગાંધીનગરમાં બેઠકોનો દોર

ગુજરાત ગૌણ સેવા મંડળની હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યાનો પર્દાફાશ થયા બાદ સરકારમાં દોડધામ મચી જવા પામી છે. એટલું જ નહીં, આ પરીક્ષા યથાવત રાખવી કે રદ્દ કરવી તે અંગેનો ર્નિણય લેવાની સાથે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાની હકાલપટ્ટી કરવી કે નહીં. તે મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને બેઠકો ચાલી હતી. સાથે સાથે ભાજપ હાઇકમાન્ડનું પણ સતત માર્ગદર્શન લેવામાં આવી રહ્યું છે.ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી પરીક્ષાના પેપર લીક મામલે ગઈકાલે મોડીરાત સુધી આ મુદ્દે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક ચાલી હતી. જ્યારે આજે ફરી ગૌણ સેવા મંડળના અધિકારીઓ તેમજ સરકારના પદાધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી. જેમાં પરીક્ષા રદ્દ કરવામાં આવે તેવી જ શક્યતા સેવાઈ રહી છે. આ અંગેનો આખરી ર્નિણય સોમવાર સુધીમાં જાહેર થઈ શકે છે.પેપર લીક કાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળના વડા અસિત વોરા સામે કાર્યવાહી થવી જ જાેઈએ તેવી માંગણી પક્ષના નેતાઓ સહિત સરકારના કેટલાક મંત્રીઓમાં પ્રબળ બની છે. મુખ્યમંત્રી અને પક્ષ પ્રમુખ સહિત ભાજપના સિનિયર આગેવાનો આ મામલે પણ હાઇકમાન્ડનું સતત માર્ગદર્શન મેળવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે તેમની સામે કેવી કાર્યવાહી કરવી તે વિશે સરકાર દ્વારા રાષ્ટ્રીય નેતૃત્વનું માર્ગદર્શન લેવામાં આવી શકે છે.

ખેડાના માતરની કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય કલ્પેશ પટેલનું નામ ખૂલ્યું

ખેડા હેડ ક્લાર્ક પેપર લીક કૌભાંડના મૂળિયા વધુને વધુ ઉંડા ઉતરી રહ્યા છે. જેમ જેમ તપાસ આગળ વધી રહી છે, તેમ તેમ વધુને વધુ આરોપીઓ સામે આવી રહ્યાં છે. પેપર કાંડના તાર ઉત્તર ગુજરાતથી સીધા ખેડા જિલ્લા સુધી પહોંચ્યા છે. ખેડાની એક શાળાના આચાર્યનું નામ પેપર લીક કૌભાંડમા સામે આવ્યું છે. ખેડાના માતરમાં આવેલી કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય કલ્પેશ ધનજીભાઈ પટેલનું નામ પેપર લીક કૌભાંડમાં ખૂલ્યુ છે. શંકાના આધારે પોલીસે શાળાના આચાર્ય કલ્પેશ પટેલની અટકાયત કરી છે. હેડ ક્લાર્ક પેપરલીક કાંડમાં અંગે રાજ્યભરમાં કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. જેમાં અમદાવાદના મણીનગરમાં અસિત વોરાના ઘરની બહાર નકલી ચલણી નોટનો વરસાદ કરી  કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. જામનગર સર્કલ પાસે અસિત વોરાના પૂતળા પર નકલી ચલણી નોટનો વરસાદ કરી કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે ભાવનગરમાં દ્ગજીેંૈં, શહેર કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ રસ્તા રોકી વિરોધ નોંધાવ્યો હતો. આણંદમાં ભીખ માગીને પેપરલીક કાંડ સામે અનોખી રીતે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જાે કે વિરોધ નોંધાવતા અનેક સ્થળે કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, ૮૮ હજાર ઉમેદવારોએ હેડ ક્લાર્કની પરીક્ષા આપી હતી. ૧૨ તારીખે લેવાયેલી પરીક્ષાનું પેપર ૧૦ તારીખે ફોડવામાં આવ્યું હતું. જેના કારણે હવે રાજ્ય સરકાર બે દિવસમાં સત્તાવાર રીતે આ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે જણાવ્યું કે, પેપર કાંડના આરોપીઓને એવી સજા કરવામાં આવશે કે ભવિષ્યમાં કોઈ હિંમત ના કરે. જે રીતે દુષ્કર્મના કેસમાં ઝડપથી કેસ ચલાવવામાં આવે છે એ જ રીતે આ કેસમાં પણ ઝડપથી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને આરોપીઓને તેમના અપરાધની સજાના અંજામ સુધી પહોંચાડવામાં આવશે.