20, સપ્ટેમ્બર 2021
ગાંધીનગર-
ગુજરાત સરકારે અસરગ્રસ્ત સહાયમાં વધારો કર્યો છે, રાજ્યમાં હાલ વરસાદે મહેર મુકી છે ,તમામ જિલ્લામાં મૂશળધાર વરસાદ પડી રહ્યો છે જેના લીધે ઘણા બધા શહેર પ્રભાવિત થઇ રહ્યા છે. આ શહેરમાં પ્રભાવિત લોકોની સહાયમાં વધારો કરવા સરકાર જઇ રહી છે.રાજકોટ અને જામનગરમાં અતિ ભારે વરસાદના લીધે ઘણાબધા લોકો પ્રભાવિત થયાં હતા. નવી સરકારે જે કેશ ડોલ સહાય ચૂકવામાં આવતી હતી તેમાં સરકારે સુધારો કર્યો છે,અને સહાયમાં વધારો કર્યો છે.
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર આવતાની સાથે જ એકશન મોડમાં છે,પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે કામ કરી રહી છે. જે લોકો બારે વરસાદથી પ્રભાવિત થયાં છે તેમને કેશ ડોલ જે આપવામાં આવતી હતી તેના બદલ હવે રકમમાં વધારો કર્યો છે. પહેલા કેશ ડોલ કેશ 100 આપવામાં આવતી હતી તેના બદલામાં હવે 150 પ્રતિ વ્યક્તિ સહાય ચૂકવાશે,અને આ વદારાની રકમ હપ્તાપેટે અસરગ્રસ્તોને ચૂકવવમાં આવશે. આ ઉપરાંત ઘરવઘરી નુકશાનમાં પણ સરકાર વળતરમાં વધારો આપવાની વિચારણા કરી રહી છે. હાલ ઘરવખરી 3800 રૂપિયા ચૂકવામાં આવે છે .આ રકમમાં પણ વધારો કરવામાં આવશે. આની સત્તાવાર જાહેરાત મહેસૂલ વિભાગ કરશે, આ જાહેરાત વહેલી તકે કરવામાં આવશે.