સોમનાથ મંદિરની વધશે ભવ્યતાઃ PM મોદી 5 અલગ અલગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરશે
19, ઓગ્સ્ટ 2021

ગીર સોમનાથ-

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે એટલે કે 20 ઓગસ્ટના રોજ ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિર સંબંધિત અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પીએમ મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા સોમનાથ 'સમુદ્ર દર્શન' વોક-વે, સોમનાથ પ્રદર્શન કેન્દ્ર અને જીર્ણોદ્ધાર કરેલા અહલ્યાબાઈ હોલકર મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ સિવાય તેઓ સોમનાથ મંદિર પરિસરમાં 22 કરોડના ખર્ચે નિર્માણ થનારા પાર્વતી મંદિરનું ભૂમિપૂજન કરાશે.

અહિલ્યાબાઈ હોલકર જૂના સોમનાથ મંદિર તરીકે ઓળખાય છે અને તે મુખ્ય મંદિરની વિરુદ્ધની દિશામાં આવેલું છે. તેના નવીનીકરણ પર લગભગ 3.5 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. લગભગ એક કિલોમીટર લાંબા 'સમુદ્ર દર્શન' ફુટ પાથના નિર્માણ પાછળ લગભગ 47 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ભગવાન સોમનાથના દર્શન કરવા પહોંચેલા યાત્રાળુઓ છૂટથી સમુદ્ર તટનો આનંદ માણી શકશે હરી ફરી શકશે સાથે જ મંદિરના અદભૂત નજરાનો લ્હાવો પણ લઈ શકશે. સોમનાથ પ્રદર્શન કેન્દ્ર સોમનાથ મંદિરના પરિસરમાં સ્થિત પ્રવાસી સુવિધા કેન્દ્ર નજીક આવેલું છે. આ પ્રદર્શન કેન્દ્રમાં સોમનાથના ઇતિહાસને લગતી ઘણી પ્રતિકૃતિઓ ત્યાં રાખવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution