જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયામાં નાની બાળકીને માર મારવામાં આવ્યો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નાની બાળકીને તેની સાવકી માતાએ માર માર્યો હોવાનું સામે આવ્યું છે. બાળકીને માર મારવાનો વીડિયો દાદીએ કુટુંબના વ્યક્તિને બતાવવા બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવીદેવભૂમિ દ્વારકાના જામખંભાળીયામાં બાળકીને તેની સાવકી માતા માર મારી રહી હોય તેવો વીડિયો વાયરલ થતા જિલ્લામાં ચકચાર મચી છે. ત્યારે હાલ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તેમજ આ ઘટનાને લઈ પોલીસ મથકે અરજી પણ કરાઈ હતી જાેકે, પરિવારમાંથી કોઇએ ફરિયાદના કરતા ઘર મેળે સમાધાન કરી લીધુ હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમાધાન તો પરિવારના લોકોએ કર્યું છે. પરંતુ આ બાળકીનો શું વાંક હતો કે તેને આટલું દુખ સહન કરવુ પડ્યું હતું જેને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે હવે આગામી સમયમાં જાેવાનું રહ્યું કે, કોઈ સંસ્થા સામે આવીને ફરિયાદ કરે છે કે શું કે પછી આવી ઘટનાઓ વારંવાર બનતી રહેશે. દાદીએ ફરિયાદ ન કરતા ઘર મેળે જ સમાધાન કર્યું હતું. ખંભાળિયામાં સાવકી માતાએ બાળકીને માર માર્યો હોવાના વાયરલ વીડિયોને લઈ અનેક સવાલો ઉભા થયા છે. જાેકે,આ મામલે કોઈ પણ ફરિયાદ દાખલ કરાઈ નથી. તેનું કારણ શું હોઈ શકે તે તો પોલીસ તપાસ બાદ જ ખબર પડશે. આગળ કોઈ કાર્યવાહી કરવી નથીઃ દાદીરમાબેન પ્રતાપભાઈ ભોગાયતા બાળકીના દાદીએ જણાવ્યું હતું કે, છોકરીની નવી મમ્મીએ માર માર્યો છે, જેથી વીડિયો ઉતાર્યો છે અને મે જ આ વીડિયો ઉતાર્યો છે. કારણ કે આ ઘટના હું પરિવારને બતાવવા માંગતી હતી. બાળકીને માર મારવામાં આવતા અમે તેને દવાખાને લઈ ગયા હતા. તે દરમિયાન પોલીસે કહ્યું કે, અરજી કરો જેથી અમે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જાેકે, બાદમાં સમાધાન થઈ જતા હવે અમારે આગળ વધારવી નથી અને ફરિયાદ કરવી નથી. તેમજ તેઓએ વધુમાં જણાવ્યું કે, આ વીડિયો મે બનાવ્યો ત્યારબાદ ઘરે નાના બાળકે કોઈ બટન દબાવી દીધું હોવાથી વીડિયો વાયરલ થઈ ગયો હતો. અમે આ વીડિયો વાયરલ કર્યો નથી. વીડિયો મે ખાલી મારા પરિવારને બતાવવા માટે ઉતાર્યો હતો. અમે આગળ કોઈ કાર્યવાહી કરી નથી. અમે ઘર મેરે સમાધાન કરી લીધું છે.