ધાનપુર કોર્ટ કમ્પાઉન્ડમાંથી રીઢો આરોપી દીવાલ કૂદી નાસી છુટ્યો
11, માર્ચ 2021

દાહોદ

આવું જ પોલીસ જાપ્તામાંથી આરોપી ભાગી ગયાનો બનાવ ધાનપુર કોર્ટ કમ્પાઉન્ડમાં બનવા પામ્યો હતો. જેમાં રિમાન્ડ મંજૂર થયા બાદ પોલીસ કર્મી આરોપીને જીઆરડી તેમજ હોમગાર્ડના જવાનોને ભરોસે મૂકી રિમાન્ડ વોરંટ, રિમાન્ડ યાદી તથા કસ્ટડી યાદીમાં કાર્ટુન પાસે સહી કરાવવા જતા તે તકનો લાભ લઇ પ્રોહિબિશનના ગુનાનો રીઢો આરોપી પોલીસ જાપ્તામાંની પોલીસની નજર ચૂકવી કોર્ટ કમ્પાઉન્ડની દીવાલ કૂદી નાસી જતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગત અનુસાર ધાનપુર પોલીસે પ્રોહિબિશનના ગુનામાં પકડેલા ધાનપુર તાલુકાના ભાણપુર ગામના બુટલેગર ૫૫ વર્ષીય સબુરભાઇ હરમલભાઈ પરમાર તથા અનેસિંગ ઉર્ફે બકો કોરમભાઈ પરમારને રિમાન્ડ માટે ગતરોજ સાંજે પોલીસ જાપ્તા સાથે ધાનપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિદેશકુમાર કિરાસિંહ તેમજ હોમગાર્ડને જી.આર.ડી.ના જવાનો રિમાન્ડની કાર્યવાહી માટે ધાનપુર કોર્ટમાં લઈ ગયા હતા અને ધાનપુર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે તે બંનેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારબાદ સદર આરોપીઓને પોલીસ જાપ્તામાં આવેલ હોમ ગાર્ડ તથા જી.આર.ડી.ના જી.આર.ડી.ના જવાનોને સોંપી હેડ કોન્સ્ટેબલ વિદેશકુમાર બન્ને આરોપીઓના રિમાન્ડ વોરંટ રિમાન્ડ યાદી તથા કસ્ટડી યાદીની ઓસી કોપી લેવા માટે તેમજ રિમાન્ડની સમજ અંગે કારકુન પાસેથી તેઓની સહી કરાવવાની કાર્યવાહી કરતા હતા

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution