ડીસા : ડીસા નગરપાલિકા દ્વારા મિલ્કત વેરો ન ભરતા મોટા બાકીદારો સામે લાલ આંખ કરવામાં આવી છે. મંગળવારે રૂપિયા પાંચ લાખ ઉપરાંત નો વેરો ન ભરતાં ડીસા માર્કેટયાર્ડમાં આવેલ વેપારી એસોસિએશન હોલને ડીસા નગરપાલિકા દ્વારા સીલ કરાયું હતું.ગુજરાત સરકાર દ્વારા કોરોના કાળ દરમ્યાન આર્ત્મનિભર યોજનાના ભાગરૂપે નાના અને મોટા મિલકત ધારકો વેરો ન ભરતા હોય તેવા બાકીદારોને વેરાની ભરપાઈ પર ૧૦ ટકા અને ૨૦ ટકા વળતરની યોજના જાહેર કરવામાં આવી હતી પરંતુ કેટલાક બાકીદારોએ વેરો ન ભરતા બાકીદારો સામે કડક કાર્યવાહી કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે મંગળવારે ડીસા નગરપાલિકા દ્વારા ડીસા માર્કેટયાર્ડમાં આવેલ વેપારી એસોસિએશન હોલનો રૂપિયા ૫.૫૦ લાખ ઉપરાંત ના બાકીવેરા મુદ્દે હોલને સીલ મારવામાં આવતાં મિલકત વેરો ન ભરતાં બાકીદારો માં ફફડાટ ફેલાયો છે. આ અંગે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ભૂપેન્દ્ર ગઢવીએ જણાવ્યું હતું કે પ્રથમ દિને ડીસા માર્કેટયાર્ડમાં આવેલ વેપારી એસોસિએશન હોલને પાંચ લાખ ઉપરાંતનો બાકીવેરો ન ભરતાં હોલને સીલ કરવામાં આવ્યું છે.