રાજકોટ, રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા. વિવિધ કૌભાંડો બાદ હવે આ યુનિવર્સિટી કૌભાંડોનો અખાડો બની ગયો છે. સૌરાષ્ર્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનના હેડ વિરૂધ્ધ દુષ્કર્મનો આક્ષેપ ઉઠ્‌યો છે. કાયદા ભવનના હેડ આંનદ ચૌહાણે ઁૐડ્ઢમાં પાસ કરાવી દેવા માટે લાલચ બાદ દુષ્કર્મ કર્યું હોવાનો આરોપ સામે આવ્યો છે. બીજી તરફ, ઉભરી રહેલા કૌભાંડોની વાત ગાંધીનગર સુધી પહોંચી છે. જેથી દિવાળી બાદ સૌરાષ્ટ્ર યુનિને હાઇકમાન્ડનું તેડુ આવ્યું છે.  પૂર્વ વિદ્યાર્થિનીની અચાનક અરજીને લઈને અનેક તર્કવિતર્કો સર્જાયા છે. યુનિવર્સિટીની પૂર્વ વિદ્યાર્થિનીએ વાઈસ ચાન્સેલરને લેખિતમાં ફરિયાદ કરી કે, ૨૦૦૭ થી ૨૦૨૦ સુધીમાં કાયદા ભવનના હેડ આનંદ ચૌહાણે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. વિદ્યાર્થિનીએ અરજીમાં આક્ષેપ કરતા કહ્યું કે, ગત વર્ષએ મેં મારી સાથે થયેલા બળાત્કાર વિશે વાત કરી હતી. મારી સાથે રેપ થયો છે. મને ન્યાય મળ્યો નથી.

વિદ્યાર્થિનીએ પ્રવેશ પરીક્ષામાં ૧૦૦ માંથી ૩૩ ગુણ હોઇ ૧૨ કૃપા ગુણ આપવા માંગણી કરી છે. વાસના અને સ્વાર્થ ભરેલા વિશ્વ વિદ્યાલયમાં મારી અરજી ફોગટ જશે તેવો વિદ્યાર્થિનીએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે.પાસ કરાવી દેવાની આ લાલચ અપાયાનો આક્ષેપ કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિમાં વધી રહેલા કૌભાંડોને પગલે દિવાળી બાદ સૌરાષ્ટ્ર યુનિ.ને હાઇકમાન્ડનું તેડુ આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિ.ના તમામ સિન્ડિકેટ સભ્યોને ગાંધીનગર હાજર થવા સૂચના આપી છે. ભરતી કૌભાંડના સ્ક્રીન શોટ સામે આવ્યા બાદ સરકાર એકશન મોડમાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિ.ના સભ્યોને સસ્પેન્ડ કરે તેવી શકયતા છે. ત્યારે દિવાળી બાદ સિન્ડિકેટ સભ્યોને બોલાવતા નવાજુનીના એંધાણની શક્યતા છે.