અમદાવાદ-

ગુજરાત હાઈકોર્ટે સમય અને સંસાધનો બચાવવા જામીનના હુકમોની સહી અને સ્ટેમ્પ કરેલી કોપીઓના બદલે નીચલી અદાલતો અને જેલ સતાવાળાઓના ઉપયોગ માયે ડિજીટલ હસ્તાક્ષર સાથેની ઈલેકટ્રોનીક નકલોનાં ઉપયોગની સેવા શરુ કરી છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એમ 4 શહેરોને આવરી લેતો આ પ્રાજેકટ ચીફ જસ્ટીસ વિક્રમનાથે લોંચ કર્યો હતો, હાઈકોર્ટની આઈસીટી અને ઈગવર્નન્સ કમીટીએ 'ઈરિટ મોડયુલ' તૈયાર કર્યું છે, એનો ઉપયોગ જામીન હુકમોની ડીજીટલ નકલો મોકલવા થશે. 

હાઈકોર્ટ ડીજીટલ હસ્તાક્ષરવાળા જામીન હુકમો પીડીએફ ફોર્મેટમાં નીચલી અદાલતોને મોકલશે. જામીન હુકમ મળ્યા બાદ સંબંધીત નીચલી અદાલત જામીન-મુચરકા સ્વીકારી જેલ સતાવાળાઓ માટે કોપી અપલોડ કરશે. જેલ સતાવાળાઓ કોર્ટ તરફથી મળેલી જેલ યાદી સાથે ક્રોલ ચેક કરી કેદીને છોડશે. કેદીઓના વકીલોને જામીન હુકમ બાબતે ઈમેલથી જાણ કરાશે.