અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ વરસાદ ભિલોડામાં ખાબક્યો
24, ઓગ્સ્ટ 2020

અરવલ્લી,શામળાજી : અરવલ્લી જિલ્લામાં સોથી વધુ વરસાદ ભિલોડા અને શામળાજી વિસ્તારમાં થયો છે. છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં ભિલોડા તાલુકામાં પાણી પાણી થઇ ગયું છે. કેટલાંયે ગામડાંના કોઝવે ઉપરથી પાણી જવાથી કેટલાક ગામોમાં અવર જવર ઉપર અસર જોવા મળી રહી છે. રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે મેશ્વો નદી બે કાંઠે વહી રહી છે. ડેમમાં અત્યારે ૧૦૦૦૦ ક્યુસેક પાણીની આવક ચાલુ છે. મેશ્વો ડેમની હાલની સપાટી ૨૧૧.૫૭ છે. ડેમ ૨૧૪.૫૯ ની સપાટીએ ઓવરફ્લો થાય છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ હતી. આ વિસ્તારના ચેક ડેમમાં પણ ભરાઈ ગયા હતા. ખેડૂત આલમ ખુશ થઈ ગયો હતો કોઈ હોનારત ન ધટે તે માટે અરવલ્લી એસપી દ્વારા જે ડીપ ઉપરથી પાણી જતું હોય ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution