શહેરા, શહેરા તાલુકાના બિલિથા ગામે માસીયાઇ ભાઈ બહેન ના આડા સબંધની શંકા એ પતી એ પત્ની ને તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી.પોલીસ દ્વારા ઘટનાની જાણ થતાં કાયદેસરની કાર્યવાહી હાથધરી હત્યારા આરોપી પતિ ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. બનાવની પોલીસ પ્રાપ્ત વિગત અનુસાર શહેરા તાલુકાના બિલીથા ગામના હડકાયા માતાના મુવાડા ફળિયામા રહેતા રતિલાલ અને તેઓના સાઢુભાઈ આજથી એક માસ અગાઉ બાધા અર્થે લાડવેલ ગામે ગયા હતા.ત્યાંથી પરત ફરતા મૃતકની બહેનો દીકરો પોતાની જ માસીયાઈ બહેન સામે ટગર ટગર જાેઈ ઈશારો કરતા મૃતકના પતિએ જાેઈ લેતા તેઓ વચ્ચે ખટરાગ ઉભો થયો હતો,અને તેઓ ખટરાગ ના કારણે રસ્તા વચ્ચે જ ઉતરી ગયા હતા.

 આ તરફ મૃતક ના પતી અને આરોપી રતિલાલે ઘરે જઈને પોતાની સાળી ને કહ્યું કે મારી દીકરી ને કેમ બદનામ કરો તેમ કહી બીભત્સ ગાળો બોલવા માંડ્યા હતા.ઘટના ના પાંચ દિવસ પહેલાં પોતાના સાડા ની હાજરી માં આરોપીની સાડી દ્વારા પોતાની પુત્રીને બદનામ કરવામાં આવતી હોય પંચ ભેગુ કરવાનું કહેતા હત્યારા આરોપી રતિલાલ ની પત્ની એ સમાજ માં પોતાની બદનામી થશે તે આશયથી પંચ ભેગુ નહી કરવાની સલાહ આપી હતી.

આવી વાત કરતા આરોપી પોતાની પત્ની પર ગુસ્સો થઈ ગયો હતો. પરંતુ તેને સમજાવી શાંત પાડવામાં આવ્યો હતો.ગુરુવારના રોજ હત્યાના આરોપી એ સમાજનું પંચ ખેડા જિલ્લાના સેવાલિયા મુકામે રાખેલ હતુ,જેમાં ક્થીત માસિયાઈ ભાઈ સાથેના પ્રેમ પ્રકરણ ના કારણે હત્યારા આરોપી ના સાળી,તેનો પતિ અને પુત્ર પંચ મા આવેલ હતા નહી. આ વાતનો મનમાં રોષ રાખી શુક્રવાર ના રોજ હત્યારા આરોપીની પત્ની નંદા બેન સવારના નવ વાગ્યાના અરસામા કુદરતી હાજતે જતા પંચમાં વાત નો ઉકેલ ના આવતા તે વાતની રિશ રાખી આરોપી પાછળ પાછળ જઈને કોઈ તીક્ષ્ણ હથિયાર ગળા માં મારતા સ્થળ પર જ તેઓ નુ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. ઘટનાની પોલીસને જાણ થતા શહેરા પીઆઇ એચ.સી.રાઠવા તેમજ અન્ય પોલીસ કર્મીઓ ઘટના સ્થળે પહોંચી જઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહનો પંચનામુ કરી શહેરા સરકારી દવાખાના ખાતે પી.એમ અર્થે મોકલી દેવામાં આવ્યો હતો.હાલ તબક્કે હત્યાનો આરોપી રતિલાલ વાઘરી ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો છે.અને પોલીસની વિવિધ ટીમો દ્વારા તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.