પરિણીત પ્રેમીકાને મળવા આવેલા યુવાનને પતિએ મેથીપાક ચખાડ્યો
14, ઓક્ટોબર 2020

છોટાઉદેપુર -

નસવાડી તાલુકાના તણખલા ગામે પાર્લર ચલાવતી એક સ્ત્રી છેલ્લા ૧૨ વર્ષથી સુરતના એક યુવાનના પ્રેમમાં હતી. પ્રેમી પંખીડાઓને મળવાનો ઉપાય ન મળતા એકબીજાના પ્રેમ તડપતા તેઓ મળવા માટે એક અનોખો પ્લાન બનાવ્યો. સુરત રહેતો યુવાન પોતાની પ્રેમિકાને મળવા માટે ૨૦૦ કિલોમીટર આવતો હતો.પરંતુ એ યુવાન પોતાને સ્ત્રી રૂપમાં સંતાડીને સ્ત્રીના ઘરમાં પ્રવેશતો આ યુવાન બુરખો પહેરીને પોતાની પ્રેમિકાને તણખલા ગામે મળવા આવતો.

છેલ્લા ૧૨ વર્ષથી પ્રેમી પંખીડાઓ એકબીજાને આ રીતે મળતા .ત્યારે છેલ્લી વખતે તેની પ્રેમિકાને મળવા આવતા ઘરમાં જ પ્રેમિકાના પતિના હાથે પકડાઈ જતા હલ્લો મચ્યો હતો. જ્યારે આ યુવાન પકડાઈ જતા મેથીપાક ચખાડ્યો હતો.અને ગામજનો ભેગા થઈને આ યુવાનને પોલીસના હવાલે કર્યો.આ યુવાનને બુરખો પહેરાવવા જતા આ યુવાન કહેતો હતો કે મને મારી લો પણ મે બુરખો નહિ પહેરું.પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો ત્યારે પોતાની ઓળખ છુપાવવા માટે જમીન પર પોતાનું મોઢું છુપાવી ને ઉંઘી ગયો. ત્યારે પોલીસ સ્ટેશનમાં મોડી રાત સુધી એનો પતિ ફરિયાદ લખાવવા આવ્યો હતો.જ્યારે પોલીસ આ યુવાનને લાવીને પોલીસ સ્ટેશનમાં મૂક્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution