ગાંધીનગર-

કોરોનાની બીજી લહેર હવે ઓસરી રહી છે. ત્યારે ગુજરાત સરકાર ધોરણ ૬થી ૮ના વર્ગો ફરીવાર શરૂ કરી છે. કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે સ્કૂલો ઑફલાઈન શરૂ કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓને ૫૦ ટકા કેપેસિટી સાથે ભણાવવામાં આવી રહ્યા છે. વાલીઓને પણ મનમાં ત્રીજી લહેરની ચિંતા સતાવી રહી છે. જેને કારણે તેઓ પોતાનાં બાળકને સ્કૂલમાં ઑફલાઈન અભ્યાસ માટે મોકલવાનું ટાળી રહ્યા છે. ત્યારે હવે તબક્કામાં કોર કમિટીની બેઠકમાં 1 થી 5 ધોરણની શાળાઓ શરૂ કરવાનો વિચાર રાજય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં ધોરણ 1 થી 5 પ્રાથમિક શાળા શરૂ થશે પહેલા કોલેજ પછી 10 થી 12 ગયા અઠવાડિયામાં 6,7,8 ખોલવામાં સફળ રહેયા હોવાનું સરકાર જણાવી રહી છે. કોરોના કાળમાં પણ વાલીઓ બાળકોને મોકલ્યા છે.શિક્ષકો ઉત્સાહિત થઈ બાળકોને ભણાવી રહયા છે. હવે પછીના તબક્કામાં કોર કમિટીની બેઠકમાં 1 થી 5 ધોરણ શાળાઓ શરૂ કરવાનું વિચારી રહયા છે. આરોગ્ય અને શિક્ષણ વિદોની સલાહ બાદ અમે પ્રાથમિક શાળા શરૂ કરીશું તેમ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. આ સાથે સાથે ગુજરાત સરકાર પીવાના પાણી કોઈ પણ તકલીફ ન પડે એટલો પાણીનો જથ્થો નર્મદા ડેમમાં છે તેમ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.