સુરત -

સુરત શહેર હીરાનગરી તરીકે ઓળખાય છે. અહી હીરાનું અવનવુ સો ટકા જાેવા મળે, પણ અહીં કાચા હીરાની ૧૮૨.૩ કેરેટની ગણેશજીની મૂર્તિ છે. આ મૂર્તિનું વજન ૩૬.૫ ગ્રામ છે. માર્કેટમાં તેની કિંમત ૬૦૦ કરોડ રૂપિયા છે. હીરાના આ ગણેશજીની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે કુદરતી છે. તેને ઘડવામાં આવી નથી. સુરતના જાણીતા હીરા વેપારી કનુભાઈ અસોદરિયા પાસે ૬૦૦ કરોડના આ ગણપતિ છે. તેઓ પોતાના ઘરે જ આ ગણપતિ રાખે છે. તે રફ ડાયમંડ છે. આ મૂર્તિની વિશેષતા વિશે કનુભાઈ જણાવે છે કે, અમે છેલ્લા ૩૦ વર્ષથી વિદેશથી રફ ડાયમંડ આયાત કરે છે. મારા પિતાએ ૧૨ વર્ષથી બેલ્જિયમથી રફ ડાયમંડ મંગાવ્યા હતા. ત્યારે અમે પણ આ હીરાનો આકાર જાેઈ અમે ચકિત થઈ ગયા હતા. તે ગણેશજીની પ્રતિમા જેવો હતો. તેથી અમે તેને વેંચ્યો નહિ, અને અમારા ઘરના મંદિરમાં જ રાખવાનો ર્નિણય લીધો હતો. આ હીરાને અમે સર્ટિફાઈડ કરાયો છે. તેને કિંમતમાં ગણીએ તો તે દુનિયાની દુર્લભ વસ્તુ છે. અમે રોજ તેની પૂજા કરીએ છીએ. આ ગણેશજીની પૂજા કનુભાઈ અને તેમનો પરિવાર રોજ કરે છે.

ગણેશોત્સવમાં મૂર્તિની ખાસ પૂજા થાય છે. આ ગણેશજીની પૂજા અન્ય લોકો પણ કરી શકે છે. વિદેશથી પણ અનેક લોકો આ ગણપતિના દર્શને આવે છે. આ પરિવારને અત્યાર સુધી ૬૦૦ કરોડ રૂપિયાની ઓફર આવી ચૂકી છે. પરંતુ અસોદરિયા પરિવાર તેને વેચવા નથી માંગતું. તમે દુનિયામાં અનેક પ્રકારના ગણેશજીની મૂર્તિઓ જાેઈ હશે. કોઈ સાવ નાની, તો કોઈ વિશાળકાય, તો કોઈ મોંઘીદાટ. પણ દુનિયામાં એવી પણ મૂર્તિ છે જેની કિંમત ૬૦૦ કરોડને આંબી જાય છે. તમને જણાવી દઈએ કે ગણેશજીના ભક્તો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો દિવસ છે. આજથી ગણેશ મહાપર્વનો પ્રારંભ થયો છે. પરંતુ શું તમે જાણો છો વિશ્વભરમાં સૌથી અમૂલ્ય ગણેશજીની સ્થાપના ક્યાં થાય છે. તો આ મૂર્તિ એક ગુજરાતી પાસે જ છે.