ઓરસંગ નદી બે કાંઠે વહેતી થતાં બોડેલીનો જાજવા ડેમ ઓવરફ્લો
19, જુન 2020

બોડેલી, તા. ૧૮ 

છોટાઉદેપુર જિલ્લા ની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદી બે કાંઠે વહેતા બોડેલી તાલુકાનો જોજવા આડબંધ ઓવરફ્‌લો થતા વિસ્તારના લોકો તેમજ ખેડૂતોમાં ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે.

ઉપરવાસમાં તેમજ છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદી બે કાંઠે વહેવા લાગી છે જેને લઈ બોડેલી નજીક આવેલ જોજવા ડેમ ઓવરફ્‌લો થયો હતો. પાણીનાં સ્તર નીચે જતાં જગતનો તાત ચિંતા માં મુકાયો હતો ત્યારે ઓરસંગ નદી બે કાંઠે વહેતા તેમજ જોજવા ડેમ ઓવરફ્‌લો થતા હવે જમીનમાં પાણીના જળ સ્તર ઊંચા આવશે અને સિંચાઇ માટે પાણી મળશે તેવી ખેડૂતોને આશા બંધાઈ છે આડ બંધ ઓવરફ્‌લો થતા લોકો અદભુત નજારો જોવા ઉમટી પડ્‌યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution