કોલકત્તા

ગૃહમંત્રી શાહને જ્યારે પૂછવામાં આવ્યું કે બંગાળમાં એક કહેવત છે ડેલી પેસેન્જર, એટલે કે દરેક દિવસે એક જ જગ્યાએ જવું. તો તમારો પશ્ચિમ બંગાળનો પ્રવાસ અઠવાડિયામાં બે દિવસ અથવા તો ત્રણ દિવસનો તો હોય છે તો તમારે અહીં એક મકાન લઈ લેવું જોઈએ જેથી કરીને લોકોને તમને બહારના માણસ તરીકે ન ગણી શકે.

આ સવાલનો જવાબ આપતા શાહે કહ્યું કે જ્યાં સુધી બહારના માણસનો સવાલ છે ત્યાં સુધી મારી પાર્ટી અખિલ ભારતીય પાર્ટી છે. મારી પાર્ટી સ્થાનિક પાર્ટી નથી. મમતા દિદીના હિસાબે તો મારી પાર્ટીના તમામ નેતાઓ બહારના થઈ ગયા. તો હું તેમને એક નાનકડો સવાલ પૂછવા માગું છું કે જ્યારે સુભાષબાબુ કોંગ્રેસના અધ્યક્ષ બન્યાં ત્યારે તેઓ ગુજરાત માટે બહારના નહોતા. પ્રણવદા દેશના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેઓ મધ્યપ્રદેશ માટે બહારના નહોતા. શું આ નાનો વિચાર છે, આ બંગાળનો વિચાર ન હોઈ શકે. સંકુચિત વિચાર છે.

શાહે કહ્યું કે જો મારા પ્રવાસનો સવાલ હોય તો અમે બંગાળમાં સૌથી વધારે બેઠકો પર ચૂંટણી લડી રહ્યાં છીએ. તેથી મારે અહીં વારંવાર આવવું પડે છે. પરંતુ મને ખબર નથી કે મારા અહિં આવવાથી દિદીને તકલીફ પડે છે. અમિત શાહે કહ્યું કે સંકલ્પપત્ર ફક્ત ઘોષણાઓ નથી, પરંતુ તે વિશ્વની સૌથી મોટી પાર્ટીની પ્રતિજ્ઞા છે, આ પ્રતિજ્ઞા તે દેશની છે જે દેશના 16 થી વધુ રાજ્યોમાં આ પક્ષ સરકાર ધરાવે છે, તે પ્રતિજ્ઞા છે તે પાર્ટીની, જેણે સતત બે વાર પૂર્ણ બહુમતીની સરકાર બનાવી. શાહે કહ્યું કે આ સંકલ્પ પત્રનો મૂળ હેતુ સોનાર બાંગ્લા છે. સદીઓથી બંગાળ ઘણા મોરચે ભારતનું પ્રતિનિધિત્વ કરતું આવ્યું છે. બંગાળ દરેક ક્ષેત્રમાં આગળ રહેતું હતું.