ભરૂચ,  ભરૂચનું દશાશ્વમેઘ ઘાટ સ્મશાન ગૃહ રહેણાક વિસ્તારમાં આવેલ હોઈ સ્થાનિક રહીશોના તંત્ર સાથે થયેલ ઘર્ષણ અને લાંબા વિવાદ બાદ ભરૂચમાં રાજ્યનું પ્રથમ એવું નર્મદા નદીના અંકલેશ્વર તરફના છેડે કોવીડ સ્મશાન બનાવવામાં આવ્યું છે. આ સ્મશાનમાં જીલ્લાના અન્ય વિસ્તારોમાંથી પણ મૃતદેહો આવી રહ્યા છે. જેનું સંચાલન ધર્મેશ સોલંકી તથા તેઓની ટીમ કરે છે. તેઓ સાથે ભરૂચ નગરપાલિકાએ પ્રતિ મૃતદેહ રકમ આપવાનો કોન્ટ્રાકટ કરવામાં આવ્યો છે. જે કોન્ટ્રાકટ ગત તારીખ ૧૭મી ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઈ ચૂક્યો છે. રાજ્યના પ્રથમ કોવીડ સ્મશાનમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર કરતી ટીમ તથા તેઓના સંચાલકે ભરૂચ નગરપાલિકા સાથે તેઓનો થયેલ કોન્ટ્રાકટ પૂર્ણ થયો હોવા છતાં માનવતાની દ્રષ્ટીએ સંચાલક તેમજ ટીમે પાછલા સપ્તાહમાં ૬ કોવિડ મૃતકોના અંતિમ સંસ્કાર કર્યા છે.

સંચાલક દ્વારા જણાવામાં આવ્યું છે કે તેઓના કોન્ટ્રાકટમાં સવારે ૭ થી સાંજે ૭ સુધીનો સમય છે પરંતુ મૃતદેહો જે પ્રકારે આવી રહ્યા છે તેના કારણે ઘણી વાર રાતે બાર-એક વાગી જાય છે. ઉપરાંત જે લોકો આ કાર્ય સાથે સંકળાયેલા છે તેઓને મહેનતાણું પણ પુરતા પ્રમાણમાં નથી મળી રહ્યું. હાલ કોરોનાનું સંક્રમણ ભલે ઓછુ થયું હોઈ પરંતુ દર બે ત્રણ દિવસના આંતરે એકાદ બે મૃતદેહ અગ્નિસંસ્કાર માટે આવે છે અને આ સ્વયંસેવકો માનવતાની દ્રષ્ટીએ આજે પણ મૃતદેહોની અંતિમ ક્રિયા કરી રહ્યા છે. જાે કે સંચાલક તથા ટીમ તેઓની માંગ ઝડપતી સ્વીકારાય અને સ્મશાનમાં તંત્ર દ્વારા અંતિમ સંસ્કાર માટેની યોગ્ય સામગ્રી પૂરી પડાય તેવી આશા લગાવીને બેઠા છે.આ ઉપરાંત ભરૂચ નગર પાલિકા સાથે કરાર થયા હતા તે મુબજ શહેરી વિસ્તારમાં નગરપાલિકાના હદ વિસ્તારની હોસ્પીટલોના જ કોરોના અને શંકાસ્પદ મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે કરાર થયો હતો.