સુરત-

ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાંય અહીં માંગો ત્યાં અને એટલો દારૂ મળી રહી છે. સુરતમાં કોરોનાને લઇને જમીન દલાલીનું કામ ન ચાલતા એક યવાને ઉમરા ખાતે પોતાના ઘરે નકલી દારૂ બનાવવાની ફેક્ટરી શરૂ કરી દીધી હતી. યુવક દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડા પાડીને નકલી દારૂ બનાવવની ફેક્ટરી ઝડપી પડી હતી. પોલીસે કેમિકલ સાથે યુવાનને ઝડપી પાડીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસને દરોડા દરમિયાન નકલી દારૂ બનાવવા વપરાતી વસ્તુઓ તેમજ વિવિધ કંપનીની ખાલી બોટલો મળી આવી છે.

ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં અહીં દારૂનું ખુલ્લેઆમ વેચાણ ચાલતું હોવાની ફરિયાદો સતત પોલીસ ચોપડે નોંધાતી રહી છે. આવા લોકોને ઝડપી પાડી પોલીસ કાયદેસરની કાર્યવાહી કરતી હોય છે. કોરોનામાં જમીન દલાલીનું કામ ન મળતા એક યુવાને દારૂની માંગ રહેતી હોવાથી વિદેશી દારૂ બનાવાનું શરુ કર્યું હતું. આવા વિચાર સાથે તેણે છેલ્લા કેટલાક સમયથી કેમિકલમાંથી વિદેશી દારૂ પોતાના ઘરે જે બનાવીને વેચામ કરવાની શરૂઆત કરી હતી. આ અંગે પોલીને જાણકારી મળતા પોલીસે ગતરોજ ઉમરા ગામના મીતલના મકાનમાં દરોડા પડ્યા હતા. દરોડા દરમિયાન પોલીસને ત્યાંથી એક યુવાન મળી આવ્યો હતો. જેણે પોતાનું નામ કલ્પેશ ઉર્ફે લાલો રામચંન્દ્ર સામરીયા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઘટના સ્થળેથી અંગ્રેજી દારૂની અલગ અલગ કંપનીની ખાલી બાટલી, બૂચ તથા અન્ય કેમિકલ કબજે કર્યું હતું. પોલીસે યુવાનની પૂછપરછ કરતા કેમિકલનો ઉપયોગ કરીને ડુપ્લિકેટ પરપ્રાંતીય દારૂ બનાવીને વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આ યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આરોપી કેટલા સમયથી આ વેપાર કરતો હતો અને તેની સાથે આ વેપારમાં કોણ કોણ સંડોવાયેલા છે તે દિશામાં સુરતની ઉમરા પોલીસે વધુ તપાસ શરુ કરી છે. પોલીસે ઘટનસ્થળેથી ૧૦ લીટર આલ્કોહોલ, બનાવટી દારૂ બનાવવા વપરાતો કલર, પ્લાસ્ટિકના કેરબા, પ્લાસ્ટિકનું પીપ, વિવિધ કંપનીઓની દારૂની ખાલી બૂટલો, વગેરે વસ્તુઓ જપ્ત કરી છે.