સુરત-

ગુજરાત એવું રાજય છે જે સતત વિકાસશીલ રહેતું હોય છે . ગુજરાત ના અનેક શહેરોમાં બ્રિજાે, પાર્ક, રસ્તાઓ બનતા હોય છે ત્યારે સુરતના પાલ ઉમરા વિસ્તારને જાેડતા તાપી નદી પરના બ્રિજના લોકાર્પણથી સુરત મહાનગરપાલિકાની બીઆરટીએસ બસ સર્વિસને ખૂબ જ લાભ થયો છે. આ બ્રિજ ખાસ કરીને બીઆરટીએસ સર્વિસને ધ્યાનમાં રાખીને આખા શહેરની કનેક્ટિવિટીને પૂર્ણ કરવાના ભાગરૂપે હાથ ધરાયો.

આ બ્રિજ શરૂ થવાથી ૧૦૮ કિલોમીટર લાંબી બીઆરટીએસ માટે ડેડીકેટેડ કોરિડોર સંપૂર્ણ થયો છે. સુરત મહાનગર પાલિકાના તમામ ઝોન એકબીજાથી કનેક્ટ થઈ શકે તે રીતે બીઆરટીએસ કોરિડોરની ડિઝાઇન ભૂતકાળમાં તૈયાર કરવામા આવી હતી. પરંતુ પાલ અને ઉમરા બ્રિજ પ્રોજેકટ પાંચ વર્ષથી અટકી રહેતા અઠવા અને રાંદેર ઝોન બીઆરટીએસ કોરિડોર કનેક્ટિવિટી બ્રેક થતી હતી, જે હવે પૂર્ણ થઈ છે.૧૦૮ કિલોમીટરનો આ ડેડીકેટેડ કોરિડોર ભારત દેશનો સૌથી લાંબો કોરિડોર બની ગયો છે. સુરત મહાનગરપાલિકાએ તમામ ઝોન સાથે કનેક્ટ થાય એવો બીઆરટીએસ રૂટની ડિઝાઇન કરી હતી. ગયા વર્ષે સુરત મહાનગર પાલિકાની હદનું વિસ્તરણ થતાં બે નગરપાલિકા અને ૨૭ ગ્રામ પંચાયતનો સમાવેશ થયો છે. નવા વિસ્તારમાં પણ સામૂહિક પરિવહન સેવા શરૂ કરવા માટે મહાનગર પાલિકા તંત્ર આયોજન કરી રહ્યું છે.કોસાડથી એસવીએનઆઇટી થઈ ઓએનજીસી સુધીના રૂટ પર હાલ ૩૦ બસો છેલ્લા એક સપ્તાહથી દોડી રહી છે. અત્યાર સુધી કોસાડથી આવતી બસ પાલ આરટીઓ પાસે આવીને અટકી જતી હતી. તે રીતે કામરેજ થી ઓએનજીસી થઈ વાયા પાલ બીઆરટીએસ હવે કોસાડ સુધી પણ જઈ શકે છે.નવા વિસ્તારના સમાવેશ બાદ તંત્ર દ્વારા હવે બીઆરટીએસ કોરિડોરના એક્સપાન્સન માટે વિચારણા કરી રહ્યું છે. નવા વિસ્તાર સાથેના જાેડાણ માટે હયાત કોરિડોર સાથે એવી નવા રૂટને જાેડી શકાય એ માટે વર્કઆઉટ હાથ ધરવામાં આવ્યું છે.