ગાંધીનગર-

ગુજરાત વિધાનસભાનું સત્ર આજથી શરૂ થયુ છે. આ સત્રમાં લવ જેહાદનો કાયદો લાગુ કરવામાં આવશે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લવ જેહાદના કાયદાને લાગુ કરવાને લઇને મોટુ નિવેદન આપ્યુ હતું.

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લવ જેહાદના કાયદા અંગે જણાવ્યુ કે, “ગત ટર્મની વિધાનસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા અનેક કાયદા લાવવામાં આવ્યા છે, તેને કારણે ગુજરાતમાં શાંતિ, સલામતી, સુરક્ષા પ્રસ્તાપિત કરી રહ્યા છીએ. આવુ જ લવ જેહાદના શેતાનને નાથવા માટે લવ જેહાદના નામે હિન્દૂ નામ ધારણ કરીને કેટલાક લોકો મહિલા, દીકરીઓને પ્રેમજાળમાં ફસાવી ધર્મ પરિવર્તન કરી આંતરજ્ઞાતિય લગ્ન, આંતરધર્મના લગ્નો કરાવે છે, તેને અટકાવવા માટે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક લાવીને ગુજરાતમાં લવ જેહાદની પ્રક્રિયા ગુજરાત સરકાર ચલાવી લેવા માંગતી નથી. આજે થતુ ધર્માન્તર આવતીકાલે અનેક પ્રશ્નો ઉભા કરી, અનેક મહિલાઓના થતા શોષણ સામે કડકમાં કડક કાયદો લાવવાનો નિર્ધાર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યો છે.”

લવ જેહાદના કાયદા સિવાય ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં ગુજરાત આયુર્વેદિક યૂનિવર્સિટી, ગુજરાત રિસ્પોન્સિબિલીટી ૨૦૨૦, પંડિત દિનદયાળ પેટ્રોલિયમ ટૂનિવર્સિટીને પંડિત દિનદયાલ ઉર્જા યૂનિવર્સિટી નામ આપવા માટે અને ગુજરાત અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષય વિધેયક રજૂ કરવામાં આવશે.”

મહત્વપૂર્ણ છે કે, ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થયુ છે. વિધાનસભામાં બજેટ સત્રના પ્રથમ દિવસે સ્વર્ગિય કેશુભાઇ પટેલ અને માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ૩ માર્ચે નીતિન પટેલ બજેટ રજૂ કરશે. નીતિન પટેલ સતત સાતમી વખત વિધાનસભાનું બજેટ રજૂ કરશે. ૨૦૨૧-૨૨ માટે પેપર લેસ હશે અને બજેટ ૨ લાખ કરોડ સુધી પહોચે તેવી શક્યતા છે.