લશ્કરી બળો પર ચાલું રહે વ્યભિચારનો કાયદો, કેન્દ્ર સરકારની SCને અપીલ
13, જાન્યુઆરી 2021

દિલ્હી-

વ્યભિચાર કાયદા સાથે જોડાયેલો મામલો ફરી એકવાર દેશની સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. કેન્દ્ર સરકારે અદાલતમાં અરજી દાખલ કરતી વખતે અપીલ કરી હતી કે સુપ્રીમ કોર્ટના વ્યભિચાર અધિનિયમ (આઈપીસીની કલમ 497) રદ કરવાના નિર્ણયને સશસ્ત્ર દળોમાં લાગુ કરવામાં ન આવે. હવે આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા નોટિસ ફટકારી છે.
નોટિસ જારી કરતાં સુપ્રીમ કોર્ટે આ મામલો ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેને મોકલાયો હતા, જેમાં પાંચ ન્યાયાધીશોની બંધારણ બેંચમાં આ મામલે સુનાવણી કરવા અપીલ કરવામાં આવી છે.   કેન્દ્ર સરકાર દ્વારા એવી દલીલ કરવામાં આવી છે કે સૈન્યદળના કર્મચારીને એક સાથીદારની પત્ની સાથે વ્યભિચાર કરવાના અસહ્ય વર્તનને આધારે સેવામાંથી કાઢી શકાય છે. આવી સ્થિતિમાં, જે નિર્ણય આપવામાં આવ્યો હતો તેનો અમલ ત્યાં થવો જોઈએ નહીં.

બુધવારે સુનાવણી દરમિયાન ન્યાયાધીશ આર.એફ. નરીમાન, જસ્ટિસ નવીન સિંહા અને જસ્ટિસ કે.કે. એમ.જોસેફની ખંડપીઠે આ નોટિસ કેન્દ્રની અરજી પર જારી કરી છે. વર્ષ 2018 માં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે વ્યભિચાર કાયદો રદ કર્યો હતો. પછી તે ક્રમમાં કહેવામાં આવ્યું કે તે ગુનાની શ્રેણીમાં આવશે નહીં, પરંતુ કોઈ પણ છૂટાછેડાનો આધાર બની શકે છે.  નોધપાત્ર વાત એ છે કે, વ્યભિચાર એ કલમ 497 હેઠળ ગુનો હતો. જે અંતર્ગત, પરિણીત સ્ત્રી સાથે સંમતિ સાથે અથવા તેની સંમતિ વિના સંબંધ બાંધનારા તે પુરુષોને 5 વર્ષની સજાની જોગવાઈ છે. જો કે, તે પણ જ્યારે મહિલાના પતિ દ્વારા પુરાવા સાથે કેસની ફરિયાદ કરવામાં આવે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution