11, મે 2021
દાહોદ,મોરવા હડફની. કે જ્યાં સંતરોડ ગામે રાજ્યકક્ષાના પ્રધાન જયદ્રથસિંહ પરમારની કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધા બાદ તુરંત સેન્ટર બંધ કરી દેવામાં આવ્યું.જયદ્રથસિંહ પરમારની મુલાકાત વખતે સેન્ટરમાં હાજર દર્દી પણ પ્રધાનની મુલાકાત બાદ કોવિડ સેન્ટરમાંથી ગાયબ થઇ ગયા. પ્રધાનની મુલાકાત વખતે કોરોનાના શંકાસ્પદ દર્દીઓને લાવવામાં આવ્યા.સંતરોડ ગામના સેન્ટરની પ્રધાન જયદ્રથસિંહે લીધેલી મુલાકાત અને ત્યાર બાદની સ્થિતિ એમ બંને ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. અન્ય વીડિયોમાં પ્રધાનની મુલાકાત બાદ કોવિડ કેર સેન્ટર તાળું મારેલી સ્થિતિમાં જાેવા મળ્યું. બીજી તરફ કોવિડ સેન્ટરમાં ફરજ બજાવતા આરોગ્યકર્મીએ પણ દર્દીને હમણા જ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હોવાનું જણાવી બચાવ કર્યો હતો. તાળાં મરાય તે તદ્દન ખોટું છે.