26, નવેમ્બર 2020
મુંબઈ
મલયાલમ ફિલ્મ 'જલ્લીકટ્ટુ'ને 2021માં થનારા 93માં એકેડેમી એવોર્ડસ માટે મોકલવા માટે સિલેકટ કરવામાં આવી છે.ઓસ્કરની બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મની કેટેગરી માટે ઈન્ડિયા તરફથી આ ફિલ્મ મોકલવામાં આવશે. 2019માં એકશન ડ્રામાને લિજો જોસ પેલિસેરીએ ડિરેકટ કરી હતી. આ ફિલ્મની સ્ટોરી એક પાડાની આસપાસ ફરે છે જે એક કતલખાનામાંથી ભાગી જાય છે. એને પકડવા માયે કેવી રીતે કેરળનું એક નાનકડું ગામ એની પાછળ પડે છે એના પર આ સ્ટોરી છે.એક મૂંગું પ્રાણી દોડીને કેવી ઉથલપાથલ મચાવે છે અને એને કારણે માનવીના વિવિધ રંગ જોવા મળે છે. આ ફિલ્મનું પ્રીમીયર ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં અને બુસાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એને થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મને હવે ઈન્ડિયા તરફથી ઓસ્કરની રેસમાં મોકલવામાં આવશે.