દેશભરની 40થી વધુ કોલેજોમાંથી 500 લેપટોપની કરી હતી ચોરી કરનાર શખ્સ ઝડપાયો
15, જાન્યુઆરી 2021

જામનગર-

સિટી. બી. પોલીસે એમ. પી. શાહ મેડિકલ કોલેજમાંથી લેપટોપની ચોરી કરનારા ઈસમને ફરીદાબાદથી દબોચી લીધો છે. આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરતા જણાવ્યું કે, વર્ષો પહેલા તેની ગર્લ ફ્રેન્ડના લેપટોપમાંથી રેગીંગ કરેલો પોર્ન વિડીયો તેને જોયા હતા અને ત્યાર બાદ તે ગૂગલની મદદથી જુદી જુદી સરકારી મેડિકલ કોલેજમાં જઈ વિદ્યાર્થીઓના લેપટોપની ચોરી કરતો હતો. શાતિર દિમાગના આરોપીએ દેશભરની વિવિધ સરકારી મેડિકલ કોલેજને ટાર્ગેટ કરી 40 જેટલી મેડિકલ કોલેજમાંથી તેમણે 500 જેટલા લેપટોપની ચોરી કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. લેપટોપની ચોરી કર્યા બાદ આરોપી તમિલનાડુ અને દિલ્હીમાં એક ડિલરને ત્યાં લેપટોપ વેચી અને પૈસા મોજ શોખમાં વાપરતો હતો. થોડા દિવસો પહેલા જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજમાંથી 6 લેપટોપની ચોરી થઈ હતી. જામનગર સીટી. બી. ડિવિઝન પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જોકે, આરોપી લેપટોપની ચોરી કર્યા બાદ દિલ્હી નાસી છૂટયો હતો. અહીં એક દિલરને તેમણે લેપટોપ આપી દીધા હતા. જામનગર સિટી બી પોલીસે એમ પી શાહ મેડિકલ કોલેજમાંથી લેપટોપની ચોરી કરનારા ઈસમને ફરીદાબાદથી દબોચી લીધો છે. આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરતા જણાવ્યું કે, વર્ષો પહેલા તેની ગર્લ ફ્રેન્ડના લેપટોપમાંથી રેગીંગ કરેલો પોર્ન વિડીયો તેને જોયા હતા અને ત્યાર બાદ તે ગૂગલની મદદથી જુદી જુદી સરકારી મેડિકલ કોલેજમાં જઈ વિદ્યાર્થીઓના લેપટોપની ચોરી કરતો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution