20, નવેમ્બર 2020
દિલ્હી-
વિરોધી પક્ષ અને તેમના નેતાઓ સતત કોરોના મહામારી અને તેના નિયંત્રણ માટે લાદવામાં આવેલા લોકડાઉન અંગે સરકારની ઘેરાબંધી કરે છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર લોકડાઉન પર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે સરકાર પર કરોડો કામદારોને લોકડાઉન કરીને રસ્તા પર રઝળતા કરવાનો આક્ષેપ કર્યો હતો. વળી એમ પણ કહ્યું હતું કે સરકાર માત્ર ગરીબોના હકને જ કચડી રહી છે.
એક સમાચાર ટ્વીટનો સ્ક્રીનશોટ શેર કરતાં રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, પહેલા તમે નાટકીય લોકડાઉન કર્યુ, કરોડો કામદારોને રસ્તા પર રઝળતા કરી દિધા ત્યારબાદ તેમના એકમાત્ર ટેકાથી મનરેગાના પૈસા બેંકમાંથી બહાર કાઢવામાં મુશ્કેલી ઉભી કરી. ફક્ત વાતોની મોદી સરકાર ગરીબોના હકને કચડી રહી છે "