કોરોના સંકટ જાેતા સંસદનું ચોમાસું સત્ર ટૂંકાવવામાં આવે તેવી શક્યતાઃ રિપોર્ટ
19, સપ્ટેમ્બર 2020

દિલ્હી-

કોરોના વાયરસના સંકટ વચ્ચે શરૂ થયેલું સંસદનું ચોમાસું સત્ર પોતાના નિર્ધારિત સમય પહેલા જ સમાપ્ત થઈ શકે છે. સંસદના બે વરિષ્ઠ અધિકારીઓએ જાણકારી આપી છે કે 30 સાંસદ કોરોના સંક્રમિત માલુમ પડતા આ ર્નિણય લેવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે દેશમાં હાલ કોરોનાના કુલ કેસ 53 લાખને પાર થઈ ગયા છે. સંસદનું ચોમાસું સત્ર 14મી સપ્ટેમ્બરના રોજ શરૂ થયું છે. આ સત્ર પહેલી ઓક્ટોબર સુધી ચાલવાનું હતું. બંને અધિકારીઓનું કહેવું છે કે સંસદનું ચોમાસું સત્ર એક અઠવાડિયા સુધી ટૂંકાવવામાં આવી શકે છે.

સંસદ કાર્યવાહીમાં સામેલ બે અધિકારીઓમાંથી એક અધિકારીએ જણાવ્યું કે, "સત્ર શરૂ થતા પોઝોટિવ કેસની સંખ્યા વધી ગઈ છે. આ કારણે સરકાર સત્ર વહેલા સમાપ્ત કરવા અંગે વિચારી રહી છે. સરકારે શનિવારે સત્રનું કવરેજ કરવા માટે સંસદમાં પ્રવેશ કરતા પત્રકારો માટે દરરોજ એન્ટીજન ટેસ્ટ પણ ફરજિયાત કરી દીધો છે. લોકસભા અને રાજ્યસભાના સચિવાલયોએ સત્રના દિવસો ઘટાડવા અંગે જાેડાયેલા સવાલનો હાલ કોઈ જવાબ આપ્યો ન હતો. જે સાંસદ કોરોના સંક્રમિત થયા છે તેમાં વડાપ્રધાન મોદીના કેબિનેટ મંત્રી નિતિન ગડકરી પણ સામેલ છે. નાયડૂએ રાજ્યસભાના સભ્યોને સુરક્ષા ઉપાયોનું પાલન કરવાની સૂચના આપીરાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડૂએ શુક્રવારે કહ્યું કે હૉલમાં ચીઠ્ઠીની આપ-લે કરવાની મંજૂરી નથી

પરંતુ કોવિડ 19ના સુરક્ષા ઉપાયોને ધ્યાનમાં રાખીને સભ્યો એકબીજાનો સંપર્ક કરવા માટે આવું કરી શકે છે. નાયડૂએ સભ્યોને સલાહ આપી કે બેઠક શરૂ થયા બાદ તેઓ કોઈ પણ સ્પષ્ટીકરણ માટે સદનમાં બેઠેલા અધિકારીઓ પાસે ન જાય. સાથે જ તેઓ એકબીજાના સભ્યોની બેઠક પર પણ ન જાય. જાે કોઈ મુદ્દો હોય તો તેઓ ચીઠ્ઠી મોકલી શકે છે. સંસદમાં કોરોના કેસ સામે આવ્યા બાદ એક નવા પ્રોટોકોલ પ્રમાણે સંસદ પરિસરના પ્રવેશ કરતા તમામ પત્રકારો, કર્મચારીઓ માટે દરરોજ એન્ટિજન ટેસ્ટ કરવો ફરજિયાત છે. સંસદના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે બંને ગૃહના સભ્યો એક નિશ્ચિત સમય પછી આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી રહ્યા છે. સાંસદ તેમની ઇચ્છા પ્રમાણે ગમે એટલી વખત આરટી-પીસીઆર ટેસ્ટ કરાવી શકે છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution