વલસાડ, પશ્ચિમ રેલવે દ્વારા વાપી ના બલીઠા ખાતે નવી લાઈન નું કામ ચાલી રહ્યું છે આ કામ નો કોન્ટ્રાકટ ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ને આપવા માં આવ્યું છે બાજુ માં ચાલી રહેલ ગટર ના કામ માટે કોન્ટ્રાક્ટરે ઊંડો ખાડો (ચેનલ ) ખોદયો છે જેના માટે ખોદેલ ચેનલમાં તૌકતે વાવાઝોડા સાથે આવેલ વરસાદી પાણી ભરાયું હતું જેમાં ૨ બાળકો અને મહિલાના ડૂબી જવાથી મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. વાપી નજીક બલિઠા ગામે બોમ્બે હોટેલના પાછળના ભાગે રેલવેના ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (ડ્ઢહ્લઝ્રઝ્રન્) દ્વારા ગટર માટે ખોદવામાં આવેલ ચેનલમાં ૨ બાળકો ન્હાવા પડ્યા હતાં. બાળકો ઊંડા પાણીમાં ડૂબવા લાગતા તેની બુમાબુમ સાંભળી બાળકની માતાએ તેમને બચાવવા પાણીમાં છલાંગ લગાવી હતી. જેમાં ત્રણેય લોકોના ડૂબી જવાથી કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. વાપી નજીક બલિઠા ગામે બોમ્બે રેસ્ટોરન્ટમાં ભંગારની અને પ્લોટની રાખેવાળીનું કામ કરતા બાબુભાઇ રાઠોડ પર આભ તૂટી પડ્યું છે. બાબુભાઇ રાઠોડનો ૧૦વર્ષીય પુત્ર રાજ અને તેની પત્ની શુશીલાનું તેમજ સાળીના ૧૨ વર્ષીય પુત્ર કાર્તિકનું ઘર નજીક રેલવેની હદમાં બનેલ ગટર માટેના ખાડામાં ડૂબી જવાથી મોત થયું છે. ઘટના અંગે વાપી ટાઉન બી.જે. સરવૈયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે બલિઠામાં આ ઘટના રેલવેના ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ગટર માટે ખોદવામાં આવેલ ખાડામાં બની છે. આ ખાડામાં હાલ વરસાદી પાણી ભરેલું હોય તે પાણીમાં બાબુભાઇ નો પુત્ર રાજ અને તેની સાળી નો પુત્ર કાર્તિક ન્હાવા પડ્યા હતાં. જેને ડૂબતા જાેઈ પુત્ર રાજની માતા બંનેને બચાવવા ઊંડા પાણીમાં કૂદી પડી હતી. જેમાં ત્રણેય ડૂબી ગયા હતાં. ગટરના ખોદકામ માટે બનાવેલ ચેનલમાં માતા-પુત્ર સહિત ત્રણેયે બચાવ માટે બુમાબુમ કરી હતી. જેને નજીકના શોપિંગ સેન્ટરમાં કામ કરતા વોચમેને જાેઈ જતા તે તાત્કાલિક બચાવવા માટે આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં ત્રણેય પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં.