લોકસત્તા ડેસ્ક 

પ્રખ્યાત અમેરિકન સેલિબ્રિટી કિમ કર્દાશિયન અને તેના પતિ કાન્યે વેસ્ટ વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. છેલ્લા ઘણા મહિનાઓથી સંબંધોમાં અણબનાવના સમાચાર સામે આવી રહ્યા છે. બંને ઘણા મહિનાઓથી અલગ રહે છે. ત્યારે હવે ફરી એકવાર બંને ચર્ચામાં છે. અહેવાલ છે કે કિમ કાર્દશિયન તેના પતિ કાન્યે સાથે છૂટાછેડા માટે અરજી કરવા જઇ રહી છે. 

રિપોર્ટ્સ અનુસાર રિયાલિટી ટીવી સ્ટાર કિમ કાર્દશિયન હાલમાં પોતાના 4 બાળકો સાથે લોસ એન્જલસમાં રહે છે, જ્યારે તેના પતિ રેપર કાન્યે હાલમાં વ્યોમિંગમાં તેમના ફાર્મ હાઉસમાં સમય પસાર કરી રહ્યો છે. એક અહેવાલ આવા પણ મળ્યા છે કે આ લગ્ન હવે સમાપ્ત થવાની આરે પહોંચી ગયા છે. બંનેએ મે 2014માં લગ્ન કર્યાં હતાં અને એવું કહેવામાં આવી રહ્યું છે કે કિમ છૂટાછેડાની અરજી કરવાની તૈયારી કરી રરી છે. જો કે હજુ સુધી એ કહેવામાં નથી આવ્યું કે ક્યારે છૂટાછેડા લેશે. કિમ અને કાન્યે બંને છેલ્લા કેટલાક મહિનાઓથી અલગ રહેતા હતા. 

કહેવામાં આવી રહ્યું છે કે લોકડાઉનમાં બંને વચ્ચે ઘણા ઝઘડા થયા હતા, જેના કારણે કિમ ખૂબ જ નારાજ હતી. અહેવાલો અનુસાર કાન્યેના ઘરે હાજર રહેવા છતાં કિમને જ ઘરના તમામ કામો એકલા કરવા પડ્યા હતા. એટલું જ નહીં તે બાળકો સાથે પણ એકલી જ સમય પસાર કરતી હતી જેના કારણે તેને લાગે છે કે કાન્યે તેની જવાબદારીઓથી ભાગી રહ્યો છે. આ જ કારણ છે કે કિમ હવે કાન્યેને છોડવા માગે છે.