ઘરકંકાસથી ત્રસ્ત માતાએ પુત્રીની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી લેતા ચકચાર
26, મે 2022

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર જિલ્લાના થાનના નવાગામ વિસ્તારમાં ખુદ માતાએ પોતાની ૯ માસની પુત્રીની હત્યા કરી હતી તેમજ જ્યારે પરિવારજનો બાળકીને હોસ્પિટલ લઇ ગયા હતા ત્યારે તેણે પોતે પણ ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ સમગ્ર ઘટનામાં માતા જ પુત્રીની હત્યારી બનતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જાણકારી થતાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પણ ઘટનાસ્થળે દોડી ગયા છે અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જાેકે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે લગ્નજીવન બાદ અલગ રહેવા અને ઘરકંકાસથી દૂર રહેવા અને ઘણા સમયથી પતિ-પત્ની સાસુ-સસરા સાથે ઝઘડો ચાલતા હતા, જેથી પતિથી અલગ ન થતાં માતાએ પોતાની નવ મહિનાની પુત્રીને પોતાના ઘરમાં જ સૂતરની દોરી સાથે લટકાવી મોતને ઘાટ ઉતારી હતી. ત્યાર બાદ પરિવારજનો બાળકીને દવાખાને લઇ જતાં ઘરમાં એકલી રહેલી માતાએ પણ ઘરમાં જ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસ ઘટનાસ્થળે પોલીસ દોડી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એમાં આરોપી ભાવુબેન રાજેશભાઇ વિઠ્ઠલભાઇ ડાભી પોતાનાં સાસુ-સસરા, પતિ તથા દીકરી નિહારિકા સાથે સંયુક્ત પરિવારમાં રહેતાં હતાં. તેઓ તેમનાં સાસુ-સસરા તથા ભાઇઓથી અલગ રહેવા માગતા હોવાથી તેમના પતિને અવારનવાર સમજાવવા છતાં તેઓ માનતા નહોતા. એમાં તેઓ અલગ રહેવાની જીદ કરતાં હોવાથી આરોપી ભાવુબેનને લાગી આવતાં તેમના પતિ જ્યારે દૂધ ભરાવા ગયા હતા ત્યારે તેમણે આ ચકચારી ઘટનાને અંજામ આપ્યો હતો. ભાવુબેને તેમની દીકરી નિહારિકાને ગળે દોરી બાંધી લટકાવી ગળોફાંસો આપી મોત નિપજાવ્યું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution