રાજપીપળાના સંગીતકારે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્‌સમાં સ્થાન પ્રાપ્ત કર્યું
30, ઓગ્સ્ટ 2020

રાજપીપળા : લોકડાઉન દરમિયાન લોકોમાં નકારાત્મકતા ન આવે એ માટે મુંબઈના યુવા સંગીતકાર શિવરામ પરમારે કઈક અલગ કરવાનું વિચાર્યું.સંગીતકાર શિવરામ પરમારની જો વાત કરીએ તો શિવરામ સંગીતકાર બનવા રાજપીપળાથી મુંબઈ પહોંચ્યો હતો. અથાગ મહેનત અને ખરાબ દિવસો જોયા બાદ આજે શિવરામની મુંબઈમાં એક સારા સંગીતકાર તરીકે ગણના થાય છે. 

લોકડાઉન દરમિયાન શિવરામે ફેસબુકના માધ્યમથી લાઈવ થઈ લોકોને સંગીતનું રસપાન પીરસવાનું શરૂ કર્યું અને એને પોતાનો નિત્યક્રમ બનાવ્યો.સતત ૧૦૦ દિવસ કરતા પણ વધુ દિવસો સુધી શિવરામે લાઈવ કાર્યક્રમ ચાલુ રાખ્યો અને એમાં હજારો લોકો જોડાયા હતા.શિવરામનો લાઈવ કાર્યક્રમ એટલો પ્રચલિત થયો કે બાદમાં અન્ય ફિલ્મી કલાકારો અને સંગીતકારોએ પણ ફેસબુક પર લાઈવ થવાનું શરૂ કર્યું.શિવરામ પરમારની લોકડાઉન દરમિયાનની કામગીરીની લોકોએ તો ઘણી કદર કરી પણ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ ૨૦૨૦ માં પણ સ્થાન પામી છે. શિવરામ પરમારને ફેસબુક પર ૧૦૦ લાઈવ થીમ આધારિત કોન્સર્ટ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્‌સ ૨૦૨૦માં સ્થાન પામી છે.ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્‌સ તરફથી પ્રશંસા પત્ર અને એક શિલ્ડ શિવરામ પરમારને એનાયત થયો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution