વડોદરા, તા.૨૪

એમ્પથી ફોર સોશિયો ઈકો સિસ્ટમ સંસ્થા દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારની એક હોટલમાં વિવિધ ક્ષેત્રોના વ્યાસાયિકો અને પ્રોફેશનલ્સના ઈન્ટરેકશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પરિમલ નથવાણીએ કહ્યું હતું કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે દેશનું સુકાન લીધું છે, જે રીતે આગળ ચલાવે છે, આજે ગુજરાત દેશમાં જ નહીં આખા વિશ્વમાં એમનું નામ મજબૂત થયું છે. કારણ કે, એમની કમિટમેન્ટ છે તેમ કહ્યું હતું.

આ કાર્યક્રમમાં સંબોધતાં પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, વડોદરામાં મેં ઘણો સમય વિતાવ્યો છે. વડોદરા સ્ટોક એક્સચેન્જ હતું ત્યારે ઘણું કામ કર્યું છે. બે વર્ષ પ્રેસિડન્ટ પણ રહ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે દેશનું સુકાન લીધું છે, જે રીતે દેશને આગળ લઈ જઈ રહ્યા છે. આપણે એમના સમયનું અને એમના પહેલાંનું ગુજરાત જાેયું છે. મેં એમની સાથે ૧૩ દેશોમાં ટ્રાવેલ કર્યું છે. તેઓ સીએમ ન હતા, ત્યારનો પરિચય છે. સંસ્કારધામ સ્કૂલ હતી ત્યારથી મળવા જતા હતા. ત્યારથી એમની કામ કરવાની પદ્ધતિ જાેઈ છે. મુખ્યમંત્રી પદે કામ કરતાં જાેયા. હવે વડાપ્રધાન તરીકે કામ કરતા જાેઈ રહ્યા છે. આજે ગુજરાતમાં કે દેશમાં નહીં, આખા વિશ્વમાં એમનું નામ એટલું મજબૂત થયું છે. કારણ કે, કમિટમેન્ટ છે, સેલ્ફ એમ્બિશન નથી. માત્ર દેશ માટે શું કરવું અને શું નહીં કરવું તેનો વિચાર કરે છે.

તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન સાથે બે વખત રશિયા, જાપાન ગયો હતો ત્યારે પણ તેઓ કહેતા કે આપણો દેશ આવો જ બનાવવો છે. આજે એમના હાથમાં આપણું સુકાન છે. વડાપ્રધાનનું જે ડ્રીમ છે ગુજરાત કેવું હોવું જાેઈએ ત્યારે આજે એમના હાથ મજબૂત કરવાનો સમય છે તેમ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, બાળુભાઈ શુક્લ સાથે અમે સેન્ટ્રલ હોલમાં અમે બેસતા હતા ત્યારે બરોડાની વાતો કરતા હતા તેમ પણ તેમણે કહ્યું હતું. આ કાર્યક્રમમાં ઈન્ડસ્ટ્રીયાલિસ્ટો, વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યાવસાયિકો, પ્રોફેશનલ્સ તેમજ ડો.વિજય શાહ, સાંસદ રંજનબેન ભટ્ટ સહિત બુદ્ધિજીવીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વૈશ્વિક મંદીમાં પણ ભારત પોતાની ભૂમિકા સક્ષમ રીતે ભજવી રહ્યું છે ઃ સમરજિતસિંહ ગાયકવાડ

કાર્યક્રમમાં સંબોધતા મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે કહ્યું હતું કે, પહેલીવાર સમગ્ર વિશ્વ આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ત્યારે ભારત પોતાની ભૂમિકા ખુબ યોગ્ય રીતે ભજવી રહ્યું છે અને સક્ષમ નેતૃત્વને કારણે ભારત આ પરિસ્થિતિનો લાભ મેળવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, શેરબજારમાં ઉથલપાથલ થાય છે ત્યારે નાણાંનુ ઉપાર્જન થઈ શકતું હોય છે. વધુમાં કહ્યું હતું કે, આમા તમે કેવુ નેતૃત્વ કરો છો તેના પર આધાર છે અને તેનો લાભ આપણે લઈ રહ્યા છે અને તેથી જ આપણને ઓઈલ સસ્તુ મળી રહ્યું છે.

ગુજરાતની સૌથી મોટી અપેક્ષા વડોદરામાં છે ઃ બાળુ શુક્લ

સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમમાં બાળકૃષ્ણ શુકલએ કહ્યું હતું કે, દેશના અર્થતંત્રમાં વડાપ્રધાનના કારણે નવું સોપાન હાંસલ કર્યું છે. રોજ નવું થઈ રહ્યું છે. આજે દેશ વિશ્વની પાંચમી આર્થિક મહાસત્તા બન્યું છે ત્યારે આ વડાપ્રધાનના હાથ વધુ મજબૂત કરવાનો સમય છે. કોરોનાકાળ સામે સૌથી મજબૂતીથી લડત આપણે આપી છે. ત્યારે સમગ્ર વિશ્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશાથી જાેઈ રહ્યા છે. ગુજરાતની સૌથી મોટી અપેક્ષા વડોદરામાં છે તેમ તેમણે કહ્યું હતું.