વડોદરા ઃ વડોદરા શહેરમાં વિધાનસભાની પાંચ બેઠકો માટે થયેલા મતદાનની વચ્ચે પ્રભુતામાં પગલા પાડીને નવવધૂ મત આપવા માટે સીધા પોતાના પતિ સાથે મતદાન મથકે પહોંચ્યા હતા.મતદાન વધારે થાય તે માટે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા અભિયાનની અસર આજે જાેવા મળી હતી અને લોકો મતદાન કરવા માટે નીકળ્યા હતા.જેમાં છાણી વિસ્તારમાં રહેતી ધ્રુવી ગોસ્વામીનો પણ સમાવેશ થાય છે.છાણી વિસ્તારમાં રહેતા ઘ્રુવી ગોસ્વામીએ કારેલીબાગમાં રહેતા રાજદીપ સાથે લગ્ન કર્યા હતા.જાેકે સાત ફેરા ફરીને ધ્રુવી લગ્નવીઘી બાદ તેણે પોતાના વિસ્તારમાં અને ધ્રુવીના પતિએ પોતાના વિસ્તારમાં મતદાન કરીને મતદાન કરવાનો સંદેશ લોકોને આપ્યો હતો.