વડોદરા,તા.૨૭

રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીની હવે ગણતરીનાં દિવસો બાકી છે.ત્યાર આજે વડોદરા શહેર-જિલ્લાની ૧૦ વિધાનસભાની બેઠકો પર , ચૂંટણી દરમિયાન મતદાર સુવિધા માટે ફરજ બજાવનારા કર્મચારીઓ અને પોલીસ બંદોબસ્તની ફરજ બજાવનાર પોલીસ કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પોસ્ટલ બેલેટ મતદાનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આશરે ૧૩ હજારથી વધુ કર્મચારીઓના મતદાનની સામે યોજાયેલ મતદાનમાં ૧૨૭૧ પોલીંગ સ્ટાફ અને ૩૭૯૩ પોલીસ સ્ટાફ સહિત કુલ ૫૦૬૪ કર્મચારીઓએ શહેર-જિલ્લાની ૧૦ વિધાનસભાની બેઠકો ખાતે મતદાન કર્યુ હતુ. ૧૦ જેટલા સ્થળોએ વિવિધ ફેસિલિટેશન સેન્ટરો ખાતે મતદાન યોજાયુ હતુ. આ મતદાનમાં પોલીસ જવાનો, અધિકારીઓ, કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વિધાનસભાનાં મતવિસ્તાર પ્રમાણે યોજાયેલ પોસ્ટલ મતદાન પ્રકિયામાં ૧૩૫ સાવલી બેઠકનું મતદાન સાવલી તાલુકા સેવાસદન, ૧૩૬ વાધોડિયા બેઠકનું વાધોડિયામાં કન્યા કુમાર શાળા, ૧૪૦ ડભોઇ બેઠક માટે એસ.સી.પી. એફ કોમર્સ કોલેજ ડભોઇ. વડોદરા શહેર બેઠક માટે કેન્દ્રિય વિધાલય હરણી ૧૪૨સયાજીગંજ બેઠક કોન્વેન્ટ સ્કુલ ફતેગંજ, ૧૪૩ અકોટા માટે બરોડા હાઇસ્કુલ બગીખાના૧૪૪ રાવપુરા બેઠક નું સરદાર વિનય વિધામંદિર કારેલીબાગ, ૧૪૫ માંજલપુર ભારતીય વિધા ભવન્સ સ્કુલ મકરપુરા, પાદરા બેઠક કે.કે. ચોકસી ગર્લ્સ હાઇસ્કુલ અને ૧૪૭ કરજણ વિધાનસભા બેઠક માટે આઇ,ટી.આઇ ખાતે વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

બેઠકદીઠ મતદાનના આંકડા

બેઠક પોલીંગ સ્ટાફ પોલીસ કર્મી

સાવલી ૩૯ ૨૯૫

વાઘોડિયા ૩૬ ૩૭૫

ડભોઇ ૧૧૪ ૬૬૦

 વડોદરા શહેર ૨૫૭ ૩૪૨

સયાજીગંજ ૧૭૩ ૨૦૨

અકોટા ૧૫૫ ૨૪૬

રાવપુરા ૧૯૮ ૪૦૭

 માંજલપુર ૧૮૦ ૫૮૧

પાદરા ૭૪ ૩૨૩

કરજણ ૪૫ ૩૬૨