સમા નવરચના હાઇ.નો વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતાં ધો-૮નું ઓફલાઇન શિક્ષણ બંધ કરાયું
16, ડિસેમ્બર 2021

વડોદરા : રાજ્ય સરકારની સુચના મુજબ શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થયું છે, ત્યારે વડોદરાના સમા વિસ્તારમાં આવેલી નવરચના હાઇસ્કૂલમાં ધોરણ-૮(ઈ)માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી અને તેનો એક પરિવારજનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેને પગલે કોર્પોરેશનની ટીમ દ્વારા સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને વર્ગનું ઓફલાઇન શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું છે.

નવરચના હાઇસ્કૂલમાં ધોરણ-૮ના એક વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવતા વડોદરા પેરેન્ટ્‌સ એસોશિયેશન દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન આપી શાળાએ શુક્રવારે બનેલી ઘટના આટલા દિવસ સુધી શાળા સંચાલકો દ્વારા છૂપાવી રાખ્યાનો આક્ષેપ કર્યો હતો.જાેકે, તો બીજી તરફ આ મામલે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતાએ હતું કે, નવરચના સ્કૂલે વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યાની જાણકારી મોડે આપી છે. જે અંગે સ્કૂલને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. સાથે જ અન્ય તમામ શાળઓમાં પણ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ નવરચના હાઇસ્કૂલ દ્વારા વાલીઓને કરવામાં આવેલા વોટ્‌સએપ મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે ધો-૮ (ઈ)માં ભણતો વિદ્યાર્થી અને તેના પરિવારજન કોરોના પોઝિટિવ આવ્યાં છે. કોરોના પોઝિટિવ આવેલા વિદ્યાર્થીએ છેલ્લે ગત શુક્રવારે ઓફલાઇન ક્લાસમાં હાજરી આપી હતી, જેથી આ ક્લાસના વિદ્યાર્થીઓ હવે આગામી આદેશ સુધી ઓનલાઇન શિક્ષણ જ મેળવી શકશે.વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતાએ આ અંગે જણાવ્યું હતું કે નવરચના હાઇસ્કૂલનો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો છે, જેથી સરકારની કોરોના ગાઇડલાઇન્સ અનુસાર, તે વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા અન્ય વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.કોરોના પોઝિટિવ આવેલા વિદ્યાર્થીના માતા-પિતા તબીબ હોંવાનુ જાણવા મળે છે.

વર્ગમાં ભણાવતા શિક્ષકોના રેપિડ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે

શાળાના પ્રિન્સિપાલે આ અંગે જણાવ્યુ હતુ કે,રવિવાર, ૧૨મી ડિસેમ્બર ના ​​રોજ અમને અમારા એક વિદ્યાર્થીના માતા-પિતા દ્વારા જાણ કરવામાં આવી હતી કે વિદ્યાર્થી અને તેના પરિવારના સભ્યો કોરોના થી સંક્રમિત છે.શાળા દ્વારા તાત્કાલિક સાવચેતીના પગલા રૂપે તે વર્ગ માટેના ઑફલાઇન વર્ગો ૪ દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યા હતા. જાે કે, ઓનલાઈન વર્ગો ચાલુ છે.બાળક અને તેના પરિવારના સભ્ય હોમ ક્વોરેન્ટાઇન છે અને તેઓની તબિયત હાલ સુધારા પર છે.આ સિવાય કોઈ નવા કેસ નોંધાયા નથી.નવરચના સ્કૂલ તેના વિદ્યાર્થીઓ, સ્ટાફ અને તેમના પરિવારોની સલામતી માટે ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ સંબંધિત તમામ માર્ગદર્શિકા અને પ્રોટોકોલનું પાલન કરે છે અને દરેક સમયે સજાગ અને જવાબદાર રહી છે.કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા માંગવામાં આવેલી તમામ વિગતો શાળા દ્વારા પૂરી પાડવામાં આવી છે.અને કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તે વર્ગને ભણાવતા શિક્ષકો માટે રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તમામના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution