23, જાન્યુઆરી 2023
વડોદરા, તા.૨૩
શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલ રવિ ફલેટમાં રહેતા બે પાડોશીઓ વચ્ચે મકાનના દરવાજા અથડાવાની નજીવી બાબતે ઠપકો આપતાં માથાભારે શખ્સ પાડોશીના ઘરમાં ઘૂસી ૬૦ વર્ષીય વૃદ્ધાને વાળ પકડીને ઢોરમાર મારતાં ફલેટમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. ઈજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં. હુમલો કરનાર પુત્રીએ ઈજાગ્રસ્ત વૃદ્ધાના પુત્રને પોક્સો હેઠળ ફરિયાદ કરવાની ધમકી આપી રહી હોવાના આક્ષેપો કરી રહી છે.
આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ સુભાનપુરા વિસ્તારમાં રવિ ફલેટમાં રહેતા નીતાબેનની પાડોશમાં વિજયભાઈ ભટ્ટ તેમના પરિવાર સાથે રહે છે. તેઓ પાનનો ગલ્લો ચલાવે છે. બંને પાડોશીઓ વચ્ચે એકબીજાના ફલેટના મુખ્ય દરવાજાની જાળીઓ અથડાઈ રહી છે જેથી વિજયભાઈ અને તેમના પરિવાર દ્વારા લોખંડની જાળી જાેર-જાેરથી અથડાવામાં આવી રહી હતી જે મામલે પાડોશમાં રહેતાં નીતાબેને દરવાજાે ધીરેથી ખોલ-બંધ કરવા માટે ઠપકો આપ્યો હતો, જે ઠપકો કડવો લાગતાં વિજયભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને અપશબ્દો સાથે પાડોશીના ઘરમાં ઘૂસી લાકડા જેવું મારક હથિયાર લઈને ૬૦ વર્ષીય વૃદ્ધાને વાળ પકડીને ઢોરમાર મારતાં વૃદ્ધાએ બૂમાબૂમ કરી મૂકતાં અન્ય રહીશો દોડી આવ્યા હતા અને મારામારીમાં દરમિયાનગીરી કરી છોડાવ્યાં હતાં. આ હુમલામાં ઈજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર માટે નજીકના ખાનગી દવાખાને લઈ જવાયાં હતાં. તે બાદ આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. હુમલો કરનાર વિજયભાઈની પુત્રીએ પોલીસમાં ફરિયાદ કરી છે તો હું સામે છેડતીની ફરિયાદ નોંધાવી ફીટ કરાવી દેવાની ધમકી આપી રહી હોવાના આક્ષેપો કર્યા હતા.