અંક્લેશ્વર,અંકલેશ્વર શહેર તેમજ ગડખોલ પાટીયા ને જાેડતા માર્ગ ઉપર સુરવાડી ફાટક પર રૂપિયા ૮૪.૪૪ કરોડ ના  ખર્ચે  નિર્માણ પામેલ બ્રિજનું ઈ-લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતુ. અંકલેશ્વર શહેર તરફ થી જુના નેશનલ હાઈવે નંબર ૮ ને જાેડતા માર્ગ સુધી સુરવાડીરેલવે ફાટક ઉપર નવા ફ્લાય ઓવર નું નિર્માણ કરવામાં આવ્યુ છે. વાહનચાલકોને પડતી હાલાકી ને ધ્યાનમાં રાખીને આ બ્રિજની માંગ ઉઠતા વર્ષ ૨૦૧૬ માં તેનેપ્રાથમિક મંજુરી આપવામાં આવી હતી. અને ત્યાર બાદ ૫ વર્ષે  ૮૪.૪૪ કરોડ ના ખર્ચે૧૧૦૦ મીટર ના આ બ્રિજનું  નિર્માણ પૂર્ણ થયુ છે. જાેકે જુના નેશનલ હાઈવે નંબર ૮ઉપર  ભરૂચ તરફ જવાનો માર્ગનો એક તરફ નો ભાગ નિર્માણ કરવાનો બાકી છે , અનેઆગામી જુલાઈ મહિના માં તેનું કામ પૂર્ણ થઇ જતા લોકાર્પણ કરવામાં આવશે.અંકલેશ્વર ના ગડખોલ પાટીયા પાસે  નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે બ્રિજનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કરાયું હતુ.આ બ્રિજ ખુલ્લો મુકાતાવાહનચાલકો નો સમય હવે ફાટક ઉપર નહિ વેડફાય. ઈ લોકાર્પણ કાર્યક્રમમાં સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ ભરૂચના સાંસદ મનસુખ વસવા,ધારાસભ્ય દુષ્યંત પટેલ  વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા ઉપસ્થિત રહ્યા હતા.