દિલ્હી-

જે રાજ્યોમાં ચૂંટણી છે તે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ શા માટે વધી રહ્યું નથી? આ એક મોટો સવાલ બની રહ્યો છે. ચૂનાવી રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોમાં રેલીઓમાં એકઠી થયેલી ભીડે પણ અનેક સવાલ ઉભા કર્યા છે. પશ્ચિમ બંગાળમાં પણ કોરોના સંક્રમણ ચૂંટણી સાથે જ ગતિ પકડી રહ્યું છે. ૮ તબક્કામાં ચૂંટણીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલા પશ્ચિમ બંગાળમાં રાજનીતિક રેલીઓ સાથે જ કોરોનાના કેસ પણ વધતા નજરે પડી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં કોરોનાના કારણે મૃત્યુદર ૧.૭ ટકા થઈ ગયો છે. જે દેશના ત્રીજા સ્થાને છે. જ્યારે મહારાષ્ટ્ર બરાબર કહી શકાય. પશ્ચિમબંગાળથી આગળ પંજાબ અને સિક્કિમ છે. સમગ્ર દેશમાં કોરોનાના કારણે મૃત્યુઆંક ૧.૩ ટકા થયો છે.

આ આંકડાઓ એ વાતની સાબિતી છે કે ચુનાવી રાજ્યોમાં પણ કોરોના પોતાનો ભરડો લઈ રહ્યો છે. કોરોનાના કારણે મૃત્યુઆંક સાથે સાથે પશ્ચિમ બંગાળમાં કોરોના પોઝિટિવનો રેટ પણ ૭માં સ્થાને છે. બંગાળમાં કોરોનાનો પોઝિટિવ રેટ ૬.૫% છે જ્યારે આખા દેશમાં આ આંક ૫.૨ ટકા છે. પશ્ચિમ બંગાળના પાડોશી રાજ્ય બિહાર, ઝારખંડ, આસામ અને ઓરિસ્સાની તુલનાએ પશ્ચિમ બંગાળમાં કોરોનાનો સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે.

છેલ્લા સાત દિવસોની સરેરાશ વાત કરવામાં આવે તો પશ્ચિમ બંગાળમાં દરરોજ ૩ હજારથી વધુ કેસ મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં હજી ૪ તબક્કાનું મતદાન બાકી છે. તારીખ ૧૭, ૨૨, ૨૬ અને ૨૯ એપ્રિલે મતદાન થશે. જ્યારે મતદાન પહેલા ચૂંટણી પ્રચાર જે ગતિથી કરવામાં આવે છે એ જ તેજીથી કોરાનાનું સંક્રમણ ગતિ પકડી રહ્યું છે. કોરાનાની નાજુક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે રાજનૈતિક દળો અને કોરોનાના પ્રોટોકોલ પાડવાનું અપીલ કરી છે. જાેકે રાજનૈતિક દળોને પોતાની સત્તામાં જ રસ હોય એવું દેખાય રહ્યું છે.