વડોદરા-

વડોદરાના કમાટીબાગના ઇતિહાસમાં પ્રથમ વખત એવી અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. શુક્રવારે બપોરના સમયે જંગલના રાજા સિંહના પિંજરામાં જઇ પહોંચ્યો હતો. અને સિંહની ઝપટમાં આવી જતા સિંહો મોરનું ભક્ષણ કર્યું હતું. જેને લઇને એક તબક્કે પ્રાણી સંગ્રહાલયના મુલાકાતીઓ અચરજમાં મુકાયા હતા. શુક્રવારે કમાટીબાગમાં એક ચોંકાવનારી ઘટનાના સાક્ષી મુલાકાતીઓ બન્યા હતા. સુત્રના જણાવ્યા પ્રમાણે, કમાટીબાગમાં આવેલા જંગલના રાજા સિંહના પિંજરામાં રાષ્ટ્રીય પક્ષી મોર આવી ચઢ્યો હતો. મોર સિંહના પિંજરામાં આવેલા ઝાડ પર આવી ચઢ્યો હતો. પરંતુ કમનસીબે મોર ઝાડ પરથી ઉડવા જતા પિંજરામાં જઇ ચઢ્યો હતો. અને ત્યાંથી બહાર નિકળી શકે તે પહેલા જ સિંહે તેનો શિકાર કરી લીધો હતો. અને તેને મોંઢામાં ફસાવીને ચાલીને અન્યત્રે લઇ આવ્યો હતો.

સિંહે કમાટી બાગની મુલાકાતે આવેલા મુલાકાતીઓની હાજરીમાં જ મોરને આરોગવાનું શરૂ કરી દીધું હતું. જેને લઇને સ્થળ પરના હાજર લોકો પણ એક તબક્કે અચરજમાં મુકાયા હતા. જો કે, લોકો કંઇક વિચારે અથવા તો કંઇક કરે તે પહેલા જ સિંહ મોરને આરોગતા નજરે પડ્યો હતો.