વલસાડ

વલસાડ ગુંદલાવ ખેરગામ માટેનો ભારે અવરજવરવાળો રાજ્ય ધોરીમાર્ગ ૭૦૧ના વલસાડથી શરૂ થતાં માર્ગે ત્રણ ત્રણ અંડરપાસ આવેલા છે જેમાં બે ગત ચોમાસા પહેલા જ નવીન બનતા મોટી બસની પણ અવરજવર છ વર્ષ પછી શરૂ થઈ હતી. ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરની યોજનામાં પૂર્વમાં સાકાર થયેલા નવિન અંડરપાસને વધુ સલામતી બક્ષવા લોખંડની ભારેખમ એંગલ બેસાડતા તેનાથી ૨૦૦ મીટર પહેલા પૂર્વમાં મા-મ વિભાગે વધુ ઊંચાઈ વાળા વાહનો નો પ્રવેશ પ્રતિબંધિત કરવા સુચનબોર્ડ મૂકવું જાેઈએ -. તે જ રીતે પશ્ચિમમાં પણ મા-મ વિભાગે આ રેલવે એંગલની ઊંચાઈની દ્વિમાર્ગી ગરનાળાની માત્ર ઉત્તર બાજુ એંગલ લગાવી તેનાથી વધુ ઊંચાઈના વાહનોનો પ્રવેશ નિયંત્રિત કરવો જાેઈએ કે જેથી રેલએંગલ કરતાં વધુ ઊંચાઈના વાહન પ્રવેશ કરશે તો તે પૂર્વમાં રેલવેની એંગલમાંથી પસાર નહીં થઇ શકતા તે વાહનોએ રિવર્સ આવવું પડશે જે ભારે ટ્રાફિક સમસ્યા સર્જશે. વલસાડ ગુંદલાવ ધોબીકુવા સુધીના વલસાડ વિભાગ હસ્તકના આ માર્ગની આવરદા પૂરી થઈને ચારેક વર્ષ વીતી ગયા છતાં તેના નવીનીકરણ અને પહોળાઈ વધારાનું કામ ટલ્લે ચઢતા આવનારા ચોમાસામાં વલસાડ જિલ્લાનો સૌથી ખરાબ રસ્તો બનશે. કેમકે વલસાડથી ધોબીકૂવા સુધીમાં ચારથી પાંચ વખત તો થીંગડાઓ મરાયા છે, લીંપણ થયું છે જે તમામ પ્રથમ વરસાદમાં જ ઉખડી-ધોવાઈને ખાડા બનશે જેનાથી હજારો વાહનચાલકો દુઃખી થશે.