દિલ્હી-

દેશમાં કોરોનાવાયરસ મહામારી ના સંકટ વચ્ચે ચારેકોરથી મુશ્કેલીઓ આવી રહી છે ત્યારે મદદ કરવા વાળા હાથ પણ લાંબા થઈ રહ્યા છે અને સતત ઉદ્યોગો તેમજ કોર્પોરેટ જગત તરફથી પણ સહાયતા રહી છે અને હવે જાણીતી ફાર્મા કંપની મેન કાઈનડ દ્વારા પણ મોટી સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આ કંપનીના સંચાલકોએ એમ જાહેર કર્યું છે કે દેશમાં કોરોના યોદ્ધાઓ ના પરિવારજનોને કંપની દ્વારા રૂપિયા ૧૦૦ કરોડ ની સહાયતા કરવામાં આવશે અને આર્થિક મદદના ગ્રુપમાં આ રકમ પરિવારજનોને વિસ્તરીત કરવામાં આવશે.આ પહેલા ટાટા ગ્રુપ તેમજ રિલાયન્સ અને અન્ય ઘણાં ઉદ્યોગપતિઓ તેમજ મોટી સંસ્થાઓ દ્વારા પણ કોરોના યોદ્ધાઓ ના પરિવારજનો માટે તેમ જ કોરોનાવાયરસ ના દર્દીઓ ની મદદ માટે મદદ કરવામાં આવી રહી છે.ફાર્મા કંપની દ્વારા એમ જણાવવામાં આવ્યું છે કે કોરોના કાળમાં દર્દીઓની સેવા કરતા-કરતા મૃત્યુ પામેલા યોદ્ધાઓને યાદ રાખવામાં આવશે ને તેમના પરિવારજનોને આર્થિક મદદ પહોંચાડવા માટે કંપ્ની દ્વારા રૂપિયા ૧૦૦ કરોડ ઓ ની યોજના બનાવવામાં આવી છે અને તમામ પરિવારજનોને આર્થિક મદદ પહોંચાડવામાં આવશે. કંપનીએ એમ પણ કહ્યું છે કે જેમ બને તેમ જલ્દી આ રકમ પહોંચતી કરવા નો પ્રયાસ થઈ રહ્યો છે પરંતુ આ કામને સંપન્ન કરવામાં ઓછામાં ઓછા ત્રણ માસ જેટલો સમય લાગી જશે કારણ કે બીજી લહેર હજુ ચાલુ છે અને બીજા ફ્રન્ટલાઈન વર્કર કામે લાગેલા છે.