વડોદરા

શહેર કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા આજે કલેકટર સમક્ષ રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ પ્રક્રિયા તરત ચાલુ કરવા માટેની માગ કરતું આવેદનપત્ર સુપરત કરાયું હતું. તા.૭ જૂનના રોજથી પ્રાથમિક શાળાનંુ નવું સત્ર ચાલુ થઈ ગયું છે પરંતુ હજુ સુધી આઈટીઈ અંતર્ગત પ્રવેશ મેળવનાર બાળકોની પ્રક્રિયા હજુ ચાલુ થઈ નથી. જ્યારે ભારત દેશમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે આઈટીઈના કાયદાનો અમલ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં ૨૦૧૨થી આરટીઈનો કાયદો અમલમાં છે. હાલ કોરોનાનું કારણ આપનારા સત્તાધીશોએ ગઈ વખતે પણ ઓનલાઈન ફોર્મ ભરાવી એડમિશન આપ્યા હતા. પરંતુ કોરોનાના કારણે આ વરસે પ્રક્રિયા યોગ્ય સમયમાં શરૂ થઈ નથી. ખરેખર ગત વરસે પણ ઓનલાઈન ફોર્મ મંગાવીને જ આરટીઈ કાયદાનો અમલ કરવામાં આવ્યો હતો. આરટીઈની પ્રક્રિયા અંદાજિત ૪પ ચાલે છે એટલે હાલના સત્રમાં બાળકોના બે મહિના બગડવાના નક્કી છે. એટલે હવે વધારે સમય ન બગાડતાં તાત્કાલિક પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવા વડોદરા શહેર કોંગ્રેસ શિક્ષણ વિભાગને રજૂઆત કરી છે. આરટીઈના કાયદા અનુસાર ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને શિક્ષણનો કાયદેસર હક્ક છે. જે શાળાઓ અને સરકારી વિભાગ દ્વારા આઈટીઈ અંતર્ગત પ્રવેશ મેળવેલ આ બાળકો અને આર્થિક પરિસ્થિતિ સુધરે તો તેમને આઈટીઈમાંથી બાકાત કરવામાં આવે છે. તેવી જ રીતે વાલીઓને પોતાની નોકરી અને ધંધો ગુમાવ્યો હોય તેવા બાળકોને પ્રાથમિક વિભાગમાં આરટીઈ હેઠળ પ્રવેશ આપવા શહેર કોંગ્રેસે માગણી કરી છે. આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં શહેર કોંગ્રસ પ્રમુખ પ્રશાંત પટેલ, કાઉન્સિલર ચંદ્રકાન્ત ભથ્થુ, પુષ્પા વાઘેલા, અમિત ગોટીકર, સાંઈ ઠેકાણે સહિત અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.