21, એપ્રીલ 2021
7029 |
દિલ્હી-
દેશમાં કોરોના સંક્રમણમાં લોકડાઉન લાદવાની કેન્દ્ર સરકારની ના પછી આર્થીક એજન્સીઓએ સતત ચિંતા વધારી છે અને તેમાં ક્રિસીલ દ્વારા એક રીપોર્ટમાં જણાવાયુ છે કે લોકડાઉન સીવાયના નિયંત્રણો પણ અસર કરી રહયા છે અને અર્થતંત્રનું ચિત્ર નિરાશાજનક બની રહયુ છે. વિજ ઉપયોગ તથા ઇ-વે, જીએસટી બીલ પહેલાની સરખામણીમાં ઘટવા લાગ્યા છે અને સરકાર હવે વેકસીનેશન કામગીરી કેવી ઝડપી કરી શકે છે તેના ઉપર સૌની નજર છે. જોકે ક્રિસીલના રીપોર્ટમાં ઇન્ફ્રાસ્ટ્રકચરની કામગીરી યોગ્ય ગતીએ આગળ વધી રહી હોવાનું જણાવ્યુ છે. દેશમાં વેકસીનેશનમાં ઢીલાસ છે. 18 એપ્રીલ સુધીમાં 45 થી 65 વર્ષના લોકોમાંથી ફકત 16.4 ટકાનું જ વેકસીનેશન થયુ છે. અને 65 વર્ષથી વધુના 33.1 ટકા લોકોનું વેકસીનેશન થયુ છે. ભારતમાં મહામારીની સ્થિતી એટલી ખરાબ છે અર્થતંત્રનો પ્રભાવ ન પડે તે શકય નથી.