ઇન્ડોનેશિયામાં ટેક ઓફથી માત્ર 4 મિનીટ બાદ વિમાન થયું ગુમ, ભંગાર મળી આવ્યો
09, જાન્યુઆરી 2021

જકારતા-

ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તાથી તેની ફ્લાઇટ ગુમ થઈ હોવાના અહેવાલ મળ્યા છે. અહેવાલો અનુસાર શ્રીવિજય એરની આ ફ્લાઇટ નંબર એસજે 182 માં 62 મુસાફરો છે. આ વિમાનની શોધ માટે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. તે જ સમયે, વિમાનના શંકાસ્પદ ભંગાર થયાની તસવીરો ઇન્ડોનેશિયાના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

વિમાનનો કાટમાળ ઇન્ડોનેશિયાના ટીવી અને સોશિયલ મીડિયા પર બતાવવામાં આવી રહ્યો છે. જોકે હજી સુધી વિમાન દુર્ઘટનાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી એક અહેવાલ મુજબ વિમાન ગાયબ થવા નજીક આવેલા એક ટાપુના ઘણા રહેવાસીઓએ દાવો કર્યો હતો કે તેઓને એવી વસ્તુઓ મળી આવી છે જેમને તેઓ લાપતા વિમાનનો ભાગ હોવાનું માને છે.

ફ્લાઇટરેડર 24 અનુસાર, આ વિમાન 26 વર્ષ જૂનું બોઇંગ 737-500 શ્રેણીનું છે. જે શનિવારે સાંજે જકાર્તાના સોકરનો-હટ્ટા એરપોર્ટથી ઉડાન ભરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટેકઓફ થયાના ચાર મિનિટ પછી વિમાન સાથેનો સંપર્ક ખોવાઈ ગયો હતો. આ વિમાનને માત્ર એક જ મિનિટમાં 10,000 ફૂટની ઉંચાઇ ગુમાવતા, રડાર પર ટ્રેક કરવામાં આવ્યું છે. ત્યારબાદ કોઈ અણગમો થવાની સંભાવના વધી ગઈ છે. જો કોઈ વિમાન આટલી ઝડપથી નીચે આવે છે, તો તે ક્રેશ થવાની સંભાવના વધારે છે. દરમિયાન, ઇન્ડોનેશિયા સરકારે બચાવ કામગીરી માટે રાહત ટીમો સક્રિય કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution