રાજપીપળા- 

 આગામી ૩૧ ઓક્ટોમ્બરે નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક એકતા પરેડ ની ઉજવણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનાર હોવાથી સ્થાનિક વહીવટી તંત્ર ઘણા દિવસોથી તે માટેના આયોજનમા વ્યસ્ત છે.

તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવાઈ છે. કાર્યક્રમ અનુસંધાને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે એકતા પરેડનું રિહર્સલ ચાલી રહ્યું છે. દેશની સુરક્ષામાં હંમેશા તત્પર રહેતી અલગ અલગ સુરક્ષા કંપનીઓમાં રાજ્ય પોલીસ દળ, કેન્દ્રીય દળની ટુકડીઓ, ગુજરાત પોલીસ અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા એકતા પરેડ સંદર્ભે કેવડિયા ખાતે રિહર્ષલ ચાલી રહ્યું છે. ઁસ્ર્ં સતત ગુજરાતના અધિકારીઓને માર્ગદર્શન આપી રહ્યા છે. સ્ટેટ ૈંમ્ સતત સેન્ટ્રલ ૈંમ્ સાથે સંકલન સાધી રહ્યા છે.દિલ્હીથી આવનાર ટોચના અધિકારીઓ બંદોબસ્ત સ્કીમની ગુજરાતના જવાબદારો સાથે ચર્ચા કરશે.રાષ્ટ્રિય એકતા દિવસની પરેડ સી પ્લેન, ક્રૂઝના પ્રારંભ સહિત અનેક યોજનાઓને ખુલી મૂકી અને આઇએએસ ઓફિસરો સાથે વાર્ચૂલ મીટીંગ સહિતના ૨ દિવસના વડા પ્રધાનના કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના ભવ્ય કાર્યક્રમની ભવ્યતા અને ગરિમા જળવાય તે રીતે ૨૧ તોપોની સલામી પ્રસંગે લશ્કરી પરંપરા મુજબ ૨૧ બ્યુગલો તથા કેમલ બેન્ડની સુરવલીઓથી અદભુત નજારો સર્જાશે.

ચાલુ વર્ષે પણ મૂળ ગુજરાત કેડરના જ્ઞાનેન્દ્રસિંઘ મલિક દ્વારા આ મહત્વની જવાબદારી સાંભળવામાં આવી છે. ઐતિહાસિક પરેડની તૈયારીઓ વસ્ત્રાલ તથા બીએસએફના કેમ્પસમાં યોજવામાં આવેલ. તેવો જાતે આ ઐતિહાસિક પ્રસંગોની ઉજવણી મા કોઈ કચાસ ન રહે તે માટે ગાંધીનગર ચિલોડા બીએસએફ હેડ કવાટરથી નર્મદાની મુલાકાત લઈ ચૂકયા છે.