લંડન-

દુનિયાભરના અનેક દેશોમાં કોરોના વાયરસનું સંકટ ફેલાયું છે. આ દરમિયાન બ્રિટનમાં ટ્રિપલ મ્યુટેન્ટની ચર્ચા થઈ રહી છે. બ્રિટિશ સ્વાસ્થ્ય સચિવ મૈટ હૈનકૉકે શનિવારના કહ્યું કે, યૉર્કશાયરમાં પહેલીવાર જાેવા મળેલા નવા ટ્રિપલ મ્યુટેંટ કોરોના વાયરસ વેરિયન્ટની તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ આને લઇને એવી કોઈ જાણકારી સામે નથી આવી જેમાં એ જણાવી શકાય કે આ વધારે ખતરનાક છે અથવા વધારે સંક્રામક છે.

એક જાણકારી પ્રમાણે પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડે શુક્રવારના કહ્યું કે, એ સ્ટ્રેનની ઝીણવટપૂર્વક તપાસ કરી રહ્યા હતા, જેની પહેલીવાર એપ્રિલમાં જાણ થઈ હતી. દેશભરમાં  ૪૯ કેસ સામે આવ્યા છે. જે વિશેષ રીતે ઇંગ્લેન્ડના ઉત્તરમાં યૉર્કશાયર અને હમ્બરની આસપાસ કેન્દ્રિત છે. બ્રિટેને શનિવારના કોવિડ-૧૯ના ૨,૬૯૪ નવા કેસ નોંધાયા છે. સરકારી આંકડાઓથી જાણકારી મળે છે કે ૧૬ મેથી ૨૨ મેની વચ્ચે ૧૭,૪૧૦ નવા કેસ સામે આવ્યા, જે છેલ્લા ૭ દિવસની તુલનામાં ૧૦.૫ ટકાનો વધારો છે. છેલ્લા ૨૮ દિવસની અંદર અહીં કોરોનાથી ૬ લોકોના મોત થવાની જાણકારી છે. દેશમાં વેક્સિનેશન અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે. ૨૧ મે સુધી કુલ ૩૭.૭૩ મિલિયન લોકોને કોરોના વાયરસની વિરુદ્ધ રસીનો પહેલો ડોઝ આપવામાં આવી ચુક્યો છે, તો અત્યાર સુધી ૨૨.૦૭ મિલિયન લોકોને બીજાે ડોઝ પણ મળી ગયો છે.