અમદાવાદ-

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ આજે મહાત્મા મંદિર ખાતે સુશાસન દિવસ ની ઉજવણી દરમિયાન ખેડૂતોના મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી હતી .જેમાં તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોના વિકાસ માટે વર્તમાન ગુજરાત સરકાર કટિબદ્ધ છે .ખેડૂતને સમૃદ્ધ બનાવવાની દિશામા ભારતીય જનતા પાર્ટીની સરકાર આગળ વધી રહી છે. ભાજપે કૃષિ આધારિત નદીઓ બનાવીને ખેડૂતોને ફાયદો કરાવ્યો છે. ખેડૂતોના નામે મગરનાં આંસુ સારનારી કોંગ્રેસે નર્મદાના રોળા નાખ્યા હતા. તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તાની ધૂરા સંભાળીને સત્તરમાં દિવસે જ નર્મદા ડેમની ઊંચાઈ વધારી દીધી અને નેવાના પાણી મોભે ચડાવ્યા. સૌરાષ્ટ્ર અને બનાસકાંઠાના ખેડૂતોને ફાયદો કરાવ્યો. અને માં નર્મદા ના આશીવર્દિ ગામડે ગામડે પહોંચાડ્યા પીવાના પાણીની સિંચાઈ માટે સૌની યોજના કારગત નીવડી છે.

અત્યાર સુધી ભારતની કોઇપણ રાજ્યની સરકાર દરિયાના ખારા પાણીને મીઠું બનાવવા ની દિશામાં પહેલ કરી ન હતી .પરંતુ ગુજરાતે આ દિશામાં પ્રથમ પહેલ કરી છે ખેડૂતોને રાત્રિના બદલે વીજળી દિવસે વીજળી મળતી કઈ છે ખેડૂત રાત્રી ઉજાગરા ના બદલે દિવસે કામ અને રાત્રે આરામ કરી રહ્યા છે ત્રણ વરસમાં ખેતરે ખેતરે વીજળી દિવસે મળતી થશે અત્યાર સુધીમાં 1055 ગામોને દિવસે વીજળી મળતી થઈ ગઈ છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે રીતે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે ખેડૂતોના નામે અમે ખુલ્લો પડકાર આપીએ છીએ કે ક્યારેય કોંગ્રેસે ટેકાના ભાવે ખરીદી કરી ન હતી ખેડૂતોને ટેકાના ભાવ ને બદલે ગોળીએ વિદ્યા હતા જેની ખાંભી આજે પણ બનાસકાંઠા અને ગાંધીનગરમાં છે ખેડૂતો દ્વારા થતી માગણીઓને ધ્યાનમાં રાખીને વખતોવખત નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ટેકાના ભાવે ડાંગર કપાસ જુવાર મગ ચણા સહિતના પાકો ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે પાક વિમાના સંદર્ભે પ્રાઇવેટ કંપ્નીઓની આડોડાઈ સામે મુખ્ય મંત્રી કિસાન કલ્યાણ યોજના લાવવામાં આવી છે માવઠું અતિવૃષ્ટિ કે દુષ્કાળ ના સમયમાં ખેડૂતોની વહારે વર્તમાન સરકાર રહી છે અતિવૃષ્ટિ મા રૂપિયા 3700 પેકેજ આપવામાં આવ્યું હતું આ સિવાય સાત પગલાં ખેડૂત કલ્યાણ ના આપીને વર્તમાન સરકારે ખેડૂતોને વિવિધ તબક્કે સહાય પૂરી પાડી છે જેમાં કાંટાળી વાળ ખેતરમાં ગોડાઉન ફેરિયાઓને 36 ખેત મજુરોને સાધનો પ્રાકૃતિક ખેતી વગેરે બાબતોનો સમાવેશ થાય છે સૌનો સાથ સૌનો વિકાસ ના વરેલી સરકાર ખેડૂતોના વિકાસ માટે કટિબદ્ધ છે.